વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેહુલા ડોટ... ડોટ... ડોટ...

​મેહુલા! તુંય શું? ડોટ..ડોટ..ડોટ!..

માંગ્યો કદી તું વરસે નહીં ને બધાં

તરસે પણ તોય શું? ડોટ..ડોટ..ડોટ!..મેહુલા ..૦


કેટલાય વાનાં કરી તને રિઝવીએ,

તોય તારાં આવવાનાં ત્રાગાં તે ત્રાગાં!

ને સાવ તારાં નામનું નાહી નાખીએ,

પછી મોકલીને બારેય મેઘ કરે ખાંગા!

અમારાં મન આમાં નાચે નહીં ને,

હૈયે તે થાય શું? ચોટ..ચોટ..ચોટ!..મેહુલા ..૦


પરના પીડક તું વરસ્યો નહીં રે!

વરસી કોઈ ચુંદડી હૈયે ચોધાર!


તારો આધાર આ ખોરડાંનાં નેવાં,

એ ચુંદડીનાં છેડાને કોનો આધાર?

નીતરતા નેહ તણી લાજ રાખતાં,

તારાં ખજાને જાય શું ખોટ..ખોટ..ખોટ?..મેહુલા ..૦

      –=૦=–     

–​આખિર બિલાખી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ