વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

-વરસાદની

​મેં કરી'તી અાપની સાથે મજા વરસાદની!

શું કહું? કેવી હતી સાચે મજા વરસાદની?


ગામ વચ્ચે પલળવાની સુરજે પણ એ દિને

વીજળીને કહીને રાખી'તી રજા વરસાદની!


જીવ રોકી ઘર મહીં મેં બંધ કર્યા દ્વાર તો,

મોભ માથેથી ટપકતી રહી કજા વરસાદની!


કેમ ઝીલશો સાંકડી બારી થકી એ દૃશ્ય ને,

અંગ અંગથી નીતરે છે જે ફઝા વરસાદની!


એકલો બસ છેવટે તો હું જ આવ્યો વાંકમાં

એક્લો આખિર સહુ છું હું સજા વરસાદની!

​–=०=–

            –આખિર બિલાખી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ