વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્રાવણ મહિનાનાં દિન

શ્રાવણ મહિનાનાં દિન કેવાં રળિયામણાં!

લીલુડી ભોમ  વ્યોમ વાદળ સોહામણાં!


દૂરનાં  ડુંગર  ખીલ્યાં,  ધરતીનાં  બેટડાં!

ઊભાં હતાં એ કાલ, કેવાં અળખામણાં?


કલકલતાં ઝરણાં ને છલકાતી નદીઓ,

સાગર ઉછાળે લોઢ મોજાં બિહામણાં!


મીઠી મહેંક  ભીની માટીની  આવતી,

હારે મહેંકે છે ભીનાં, હૈયાં હરખામણાં!


આખિર, ઉમંગ ઊઠે શ્રાવણી મેળાવડે,

જોબનિયાં એકમેક  દેતાં  વધામણાં!

                                 –=०=–

–​આખિર બિલાખી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ