વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નથી ગમતી!

​ઓણુંકા શ્રાવણે ભીનાશ નથી ગમતી!

ચોગમ પથરાતી પીળાશ નથી ગમતી!


ઊગવું તું અડાબીડ હૈયાના જંગલમાં,

મનની અફાટ  મોકળાશ નથી ગમતી!


લાગણીના  ટુંવાથી  પરાણે  ટકાવેલી,

મરણતોલ શ્રદ્ધા નિરાશ નથી ગમતી!


ભરખી ભોળપને, ઉછળતી આભ શી 

ડહાપણની ડંખીલી ડંફાશ નથી ગમતી!


વરસે છે શીખ કેવી શ્રાવણી સરવડે?

ફિલસુફની ફરફર ફોરાશ નથી ગમતી!


આખિર, ઉઘાડ હવે થાય તો સારું છે!

ભેજની ભભકતી ભડાશ નથી ગમતી!

        –=०=–      

​–આખિર બિલાખી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ