વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું આપણી વિચારસરણી

           કંપની માં આજે ઈન્ટરવ્યુ નો દિવસ હતો ખુબ નામાંકિત કંપનીમાં અનુભવી  યુવાનોની જરૂર હતી.

સાહેબ ની કેબીનમા મારું કામ ચા-પાણીનુ રહેતું જેથી ઈન્ટરવ્યુ ના સમય દરમિયાન પણ હું ત્યાં હાજર હોય સાહેબ નો સ્વભાવ સમજતા મારે'ય વર્ષો લાગી ગયા . સાહેબ માત્ર વ્યક્તિ ની વિચારસરણી પરથી લોકો ને કામ સંભાળવા આપતા . બહાર બેઠેલા સતર વ્યક્તિ માંથી કોઈ એક ની જ જરૂર હતી જે ખુબ ઉચ્ચ અને લાગણી બંધ વિચારસરણી ધરાવતા હોય.

    આજે સાહેબે બધા ને માત્ર એક જ પ્રશ્ર્ન પુછયો

"તમારી સામે તમારી દિકરી નિર્વસ્ત્ર  હોય તો તમે શું કરો "?

    સતર માથી  દસ લોકો નો જવાબ એવો હતો

કે "દીકરીને મારી નાખે "

    કારણ પુછતાં કહ્યું કે જેમાં મર્યાદા ન હોય એને જીવવવાનો શું હક.!.

     

      બાકી ના સાત વ્યક્તિ નું કહેવું હતું ...".પોતે આ જોઈ ન શકતા પોતાનો જ જીવ લઈ લેત."

      અંતે સાહેબે ચોખવટ પાડી ને વાત કરી પ્રશ્ર્ન માત્ર એટલો હતો તમારી દીકરી નિર્વસ્ત્ર હાલતમાં છે તો તમે શું કરશો પણ એમ નથી કીધું કે તમારી દીકરી અઠાર કે વીસ વર્ષ ની છે ઉમર તમે જાતે જ નક્કી કરી લીધી ?  દીકરી માત્ર ત્રણ મહિના ની છે .....

   હવે આપના જવાબ સરખાવો

      ત્રણ મહિના ની તમારી દીકરી ને નિર્વસ્ત્ર જોઈ તમે તમારી દીકરી ને મારી નાખશો કે તમે પોતે મરી જાશો ....


ટેકનોલોજી સાથે વિચાર નો પણ વિકાસ કરો .

     વ્યક્તિની વિચારધારા જ એવી છે અડધો ગ્લાસ પાણી નો ખાલી જ દેખાશે પણ ક્યારેય અડધો ગ્લાસ ભરેલો નહીં દેખાય.

                 પોતે મોટા વ્યક્તિ નો મિત્ર બને એવું ઈચ્છે છે પણ એના મિત્રો મોટા માણસો બને એવુ નથી વિચારતો .  

              જયારે અડધો  ગ્લાસ ભરેલ દેખાશે ત્યારે એ નજર થી દુનિયા ને જોજો વિવિધતા માં એકતા નું દ્રશ્ય ચશ્મા વગર  ક્લીન કોલીટી નું દેખાશે.

       માણસ પૈસા થી નહીં વિચારધારા થી મહાન બને છે .બાઈક પર જતા વ્યક્તિ માત્ર પ્રેમીઓ જ નથી હોતા કયારેક ભાઈ બહેન પણ હોય છે માત્ર ફેર તમારી દ્રષ્ટિ નો છે તમે શુ વિચારો ?









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ