વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોમળ

         ફળિયાની વચ્ચોવચ ખાલી હાલતમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં દર્દીઓનાં પ્રાથમિક ઉપચાર અર્થે રાખેલ નાઇટ્રોજનનો બાટલો પ્રચંડ અવાજ સાથે ફાટ્યો. એ સાથે અંદાજિત એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ અત્યાધુનિક મકાનોના કાંચ ફૂટીને ચૂર-ચૂર થઈ ગયા.


         "સાલો કેટલો ભયંકર ધમાકો થયો, મારું તો ઠીક પણ તારું હ્રદય અત્યારે બંધ થઈ ગયું હોત. તું રહી હાર્ટ પેશન્ટ! આ લોકો પણ એમ્બ્યુલન્સ ગમે ત્યાં શું જોઈને પાર્ક કરતા હશે? કોઈકના કુમળા હ્રદયનો તો ખ્યાલ રાખવો જોઈએ ને!" હેબતાઈ ગયેલા અરિહંતભાઈ બોલી ઊઠ્યા.


          "લ્યો, આ ચા." પંદર મિનિટ પછી રસોડાથી બહાર આવતા કલ્પનાબેન દબાયેલા અવાજે બોલ્યાં.


          "ચાની માસી, પાણી લાવ. તને ખબર તો છે કે મને ચા પહેલાં અડધો ગ્લાસ પાણી પીવાની ટેવ છે!" એક પ્રચંડ અવાજ ઊઠ્યો પણ આ વખતે વિખરાયેલા  કાંચના કોમળ ટુકડાઓને કોઈ અસર થવાની નહોતી!


@સોલી ફિટર



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ