વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાજનની વાટે

કોરુંધાકોર હૈયું સજીને બેઠી હું બારીએ,

સાજનની વાટે મટકું પણ ન મારીએ...! 

 

જોયું'તું સપનું આંખની અટારીએ,

ઝલક પામવા પિયુનું હૈયું હારીએ...!

 

પૂર્યા'તા રંગ મહીં હૃદય પીંછીએ,

ચટકો ભર્યો છે વિરહના વીંછીએ...!

 

ઉગાડ્યું'તું  ફૂલ વાછંટથી મનડાએ,

સુગંધ પ્રસરાવી મારા આ તનડાએ...!

 

આશ માણવાની રંગત સેજધારે,

ભીંજાવું છે તારી બાંહોમાં બહારે...!

 

હું વહેતી શાંત નદી ને તું ઘૂઘવતો દરિયો,

મેં તો તનમનમાં તને ઠાંસી ઠાંસીને ભરીયો..!

 

 

-વર્ષા કુકડીયા 'મુસ્કાન'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ