વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચોમાસું આવ્યું

પવનની હેલી, વાદળ, વીજળી સાથ, ચોમાસું આવ્યું,

મુજ નયનમાં ચમકી પિયુની આંખ, ચોમાસું આવ્યું.


જામી છે મોસમ પ્રણયની ને છે પિયુ મારો પરદેશ,

વિરહમાં કોરી ખાતી ભેંકાર કાળી રાત, ચોમાસું આવ્યું.


જગ સાંભળે વરસાદમાં ઓલા ઘેલા મોરનો ટહુકાર,

મને સંભળાય ચાતક કેરી પ્રેમ પુકાર, ચોમાસું આવ્યું.


ભીંજાવાની વાટે ક્યાં સુધી  ભટકતો રહીશ સાજન,

ચાલ કરીએ એકમેકની આંખોથી વાત, ચોમાસું આવ્યું.


યાદોના ધસમસતાં ઘોડાપૂર વચ્ચે, આપણાં મિલનની વાત,

ઝરણમાં પાડી ગઈ અનોખી વમળ ભાત, ચોમાસું આવ્યું.


મૂશળધાર વર્ષા વચ્ચે રખેને  રહી જાય તું સાવ કોરો,

તો ઉતર ભીતર તારી ક્ષણ બે ચાર, ચોમાસું આવ્યું.


અંતે મિલન તો થશે જ ઝરણાનું એના સાગર સાથ,

વરસાવ હવે તું લાગણીઓ અનરાધાર, ચોમાસું આવ્યું.


- નિશાન એમ. પટેલ (સ્વાગત)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ