વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેવી મજા!

ગુજરે જીવતર મેવલિયા જેવું તો કેવી મજા!

મનફાવે વરસુ હું બની ટીપું તો કેવી મજા!


ઝીલવા જાય જો હથેળીમાં કોઈ અણસાર મારો, 

ત્વરિત એના હાથેથી સરકું તો કેવી મજા!


તપે જો ભૂતળ બનીને જ્વાળા તાપની ઝાળથી,

તૃપ્ત કરું, એને બાથમાં ભરુ તો કેવી મજા!


ચઢે જો નજરે શુષ્ક જીવતર તો ધોધમાર વરસુ,

રંગહીન જીવનમાં મોર ચિતરું તો કેવી મજા!


સર્જાય જો કાળજામાં ઊણપ હૂંફ ને લાગણીઓની,

વહાલનાં હૃદયમાં ખાબોચિયાં ભરુ તો કેવી મજા!


અંતર રૂપી ભૂ જો થાય રાન ને નિર્જન,

વાતમાં માટીની સૌરભ ભેળવું તો કેવી મજા!


સંતાપ-ઉદ્વેગથી ભરાઈ જાય જો કરચલી કપાળની,

મેહમાં ભીંજાતુ બાળપણ બનું તો કેવી મજા!


ગુજરે જીવતર મેવલિયા જેવું તો કેવી મજા!

મનફાવે વરસુ હું બની ટીપું તો કેવી મજા!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ