વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અરમાન (તાન્કામાળા)

તાન્કા માળા: અરમાન


હૃદયાકાશે

મેઘાડંબર ગાજ્યો.

પિયુ આવશે?

ઊભી'તી અટારીએ

ગાજ્યા મે' ન વરસ્યા.


વેરણ રાત્રી

વીજળી ચમકતી

ધડકી છાતી.

વાદલડી વરસી

તોય મીન પિયાસી.


જા ને મેહુલા!

પિયુ પાસ દોડી જા.

સંદેશો દેજે.

આવે પવનવેગે.

નેવે હાથ દૈ ઊભી.



આંખે રચાયું.

સપ્તરંગી શમણું.

હૈયે સમાયું.

હેતહેલી વરસી.

ચાંપી છાતીસરસી.


ભીંજાઈ ગઈ.

સૂની સેજ સખીરી!

અનરાધારે.

દ્વારે પડ્યાં ટકોરા.

થ્યાં અરમાન પૂરાં.


:- નૂતન તુષાર કોઠારી 'નીલ'

- વાપી










.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ