વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

x man

હેલો દોસ્તો, કેમ છો!!!

 મજા માં ને.....

લોકડાઉન નો ત્રીજો રાઉન્ડ કેવો રહ્યો? 


મેં તો x men મુવીના બધા ભાગ જોઈ ફગાવ્યા. ઓહ. મગજ કામ નથી કરતું હવે તો.....પહેલા ભાગમાં જે જીવે એ બીજા ભાગમાં મરેલો નીકળે અને મરેલા તો ક્યારેય મરતાં જ નથી.... એ પિક્ચરમાં એક ચાર્લ્સ નામનો પ્રોફેસર છે જે દરેક mutan એટલે કે વિચિત્ર શક્તિ ધરાવતા લોકોને સાચવે છે અને એમને એમની શક્તિને સારા ઉપયોગમાં લાવતા શીખવે છે, મૂવી જોઈને મેં મારા પતિદેવને કહ્યું કે આપણા ભારત દેશના દરેક શિક્ષક એક ચાર્લ્સ જ છે.  આવા તોફાનીઓને સાચવવાં કઈ સહેલું થોડી ને છે!!! પણ એ મુવીમાં અંતમાં એ પ્રોફેસરને એના સારાપણ માટે ઘણું સહેવું પડે છે અને અંતમાં એનું  મૃત્યુ એના જ એક વિધાર્થીના હાથે થાય છે. તમને થતું હશે કે હું આ મૂવીની સ્ટોરી તમને શા માટે કહું છું !!! આજની મારી આ વાર્તા એક સત્ય ઘટના છે, જે વાંચી તમે આજની વાર્તાનું શીર્ષક સાર્થક લાગશે.


                                                 1997 ની વાત. શિક્ષકનું નામ ઇન્દ્ર. જેમ દેવોના રાજા ઇન્દ્ર એમ હું કહી  શકું કે શિક્ષકોના રાજા ઇન્દ્ર. ઇન્દ્રસિંહ જાડેજા, પણ બધા એમને ઇન્દ્ર સર કહી ને બોલાવતા. સ્કૂલના વાઇસ પ્રિન્સીપલ ની સાથે વિદ્યાર્થીઓને મુખ્ય વિષય ભણાવતા. જીવનનો સુખ દુઃખનો દાયકો ઠીક એમણે જોયેલો, એમનો સ્વભાવ એટલે મીઠા જળનો સરોવર. એ સમયે ગુરૂ  એટલે ગુરૂ. બે થપ્પડ મારી દે તો એ પણ ના પૂછી શકતા કે શા માટે મારી, કેમ કે જવાબમાં બીજી બે મળતી. એ સમયે કલાસની બહાર ઉભા રહેવાની સજા પણ ઘણી મોટી કહેવાતી, પ્રોફેસર ની વાત સાંભળી બધા એ. હવે એમના એ વિધાર્થીની વાત કરું જેની સાથે આજનો અંક જોડાયેલો છે. નામ એનું વિજય. વિજય દીનાનાથ ચૌહાણ નહિ હો. વિજય ઝાલા. કલાસનો એક ગુંડો મવાલી. કોઈ પણ શિક્ષક એને પોતાના કલાસમાં બેસવા ના દેતા બહાર જ જોવા મળે, સિવાય ઇન્દ્ર સર. ઇન્દ્ર સર કહેતા, 'વિજય બહાર ગરમીમાં શું કરીશ? એના કરતા અહીં કલાસ માં જ સુઈ જા. હું ભણાવી લઉ. બને નું કામ થઇ જાય. વિજય કોઈ થી ડરતો નહિ, પણ એને ઇન્દ્ર સરને વળતો જવાબ આપતા કોઈ એ ક્યારેય સાંભળ્યું ન હતું. વિજય સુઈ જતો. સર ભણાવી ચાલ્યા જતા એ એને ખબર ત્યારે પડતી જયારે બીજા શિક્ષક આવી એને બહાર કાઢતા. આ બાબતે બીજા શિક્ષક હમેશા ઇન્દ્ર સર ને કહેતા કે તમે એના નાટક ચલાવી ના લો, જવાબમાં ઇન્દ્ર સર હસી દેતા. રિસેસમાં ઇન્દ્ર સર ચા પીતા તો વિજયને બોલાવતા સાથે ચા પીવા. એ ઘણી વાર સમજી ના શકતો ઇન્દ્ર સર ને એક વાર એણે પૂછ્યું પણ ખરું કે તમે મને બીજા શિક્ષકની જેમ કેમ ખીજાતા નથી કે સજા નથી આપતા વળી મારા માતા પિતા સામે પણ તમે મારી કોઈ બુરાઈ નથી કરતા. જવાબમાં સર હસી દેતા..... એક વાર ઇન્દ્ર સરે કહ્યું હતું કે ઇન્દ્ર તારે સ્કૂલનો હેડબોય બનવો જોઈએ. તારા થી આમેય બધા ડરે છે તો તું કદાચ સ્કૂલમાં નાના મોટા ફેરફાર લઇ આવી શકે. વિજયે  કર્યું, એ જીત્યો અને ફેરફાર પણ ઇન્દ્ર સરે કહ્યું  એમ જ થયું, વિધાર્થીઓને સજા પણ એવી મળતી. '''દરેક કલાસિસમાં જઈ કચરા ટોપલી ખાલી કરવી, સ્કૂલનો મેદાન સાફ કરવો, જયારે બધા લાઈનમાં આવે પ્રાર્થના માંથી તો કાન પકડી ઉભા રહેવું,.....વગેરે. આવા બદલાવથી વિધાર્થીઓ ક્લાસ ની બહાર ઓછા દેખાતા થયા,  ગણવેશમાં દેખાયા, વિજયને  ગમતું આ બધું  કરવું અને એ કરવા માટે એને એની ફરજીયાત શરૂઆત કરવી પડતી. એટલે કે એને સ્કૂલમાં વહેલું આવવું પડતું, ગણવેશ ભાષા બધો વ્યવસ્થિત અને શોભનીય રાખવો પડતો. ઇન્દ્ર સરે એક નાનકડી શરૂઆત કરી. પણ જેમ ચાર્લ્સ એના પ્રિય વિધાર્થી કે દોસ્ત  કહો એ 'એરિક' ને હંમેશા માટે ના સુધારી શક્યો એમ જ વિજય સાથે થયો. સ્કૂલમાં બધું બરાબર રહ્યું 


                                                    આમને આમ ભણવાનું પૂરું થયું અને કોલેજમાં જતા થયા બધા.  વિજય હવે મોટો ગુંડો બની ગયો હતો. હવે ઇન્દ્ર સર ન હતા એને દિશા બતાડવા માટે કે એની તાકાતનો સદુપયોગ કરવા માટે. તાકાત હમેશા ઘમંડ સાથે છે. કોલેજમાં એની ટપોરીગીરી વધતી ગઈ. કોલેજ પુરી થઇ. હવે વિજય એક મોટો ગુંડો બની ગયો હતો. એની પોતાની એક ટોળકી રહેતી જે દિવસ રાત વધ્યા કરતી. એનો રૂપ ચહેરો તદ્દન બદલાઈ ગયા હતા  નજરે એને જોવે તો ઓળખી પણ ના શકે. આ બાજુ ઇન્દ્ર સરની એક ને એક દીકરી, સરે એને ખુબ ભણાવી એટલે એ સમયે બેન્ક ઓફ ઇન્ડિયા માં બ્રાન્ચ મેનેજર તરીકે નિમણુંક થઇ. હોંશથી એક સારો મુરતિયો શોધી એના લગ્ન ગોઠવાયા, અવની લગ્ન કરી સાસરે ગઈ. સાસરે જોબ ફરી શરુ કરી અને જીવનમાં આગળ વધતી ગઈ. 

                                          એક વાર કોલેજ ગ્રુપ પાંચ વર્ષ પછી  ભેગું થવાનું હતું, બધા નિશ્ચિત તારીખે મળ્યા, એમાં અવની પણ આવી હતી. આખો દિવસ બધાએ ધમાલ મસ્તી કરી. પાછા ફરતી વખતે અવની એની કાર થી હતી. સફર ચાર કલાકનો હતો. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. અચાનક અડધે રસ્તે ડ્રાઈવરે બ્રેક મારી. સામે ચાર ગુંડા જેવા દેખાતા દારૂડિયા ઉભા હતા. ડ્રાઈવર નીચે ઉતરી એને સમજાવા ગયો રસ્તે હટી  જવા કહ્યું થોડી જીભાજોડી પણ કરી અને અંતે હાથાપાઈ પણ કરી પણ એ લોકો ચાર હતા બધા એ ડ્રાઈવરને મારી મારીને અધમુવો કરી નાખ્યો, અવની પોતે ગાડી ચલાવી ત્યાંથી નીકળવાની કોશિશ કરી પણ એ બધાએ એને ઘેરી વળ્યાં અને બધા ગાડીમાં બેસી ગાડી ભગાડી ગયા. અવની રાડો પાડતી હતી ચીસો પાડતી હતી પણ રસ્તો સુમસામ હતો અને રાત અંધારી, એકે પાછળથી અવનીને માથા પર કંઈક જોરથી માર્યું અને અવની બેભાન થઇ ગઈ.

                                                 મોડી  સવારે જયારે અવનીએ આંખો ખોલી ત્યારે એ એના ઘરે હતી. એના ઇન્દ્ર સરના ઘરે. એ આંખ ખોલતાની સાથે ચીસો પાડવા લાગી બધાએ એને સાચવી અને સમજાવી કે હવે ગભરાવાની કોઈ જરૂર નથી એ સેફ છે ઘરે છે. અવની પાછી બેભાન અવસ્થામાં આવી ગઈ. લોહી ઘણું વહી ગયું હોવાથી અવની અસ્વસ્થ હતી. સાંજે એને ભાન આવ્યું બધાને જોઈ એ સ્વસ્થ થઇ. પણ આ બધામાં એક ડરામણો ચહેરો પણ હતો. જે અવનીએ પહેલી વાર જોયો હતો. એને જોઈ અવની એના મમીના હાથ જોરથી પકડી બોલી આ કોણ છે? ઇન્દ્ર સરે નજીક જતા કહ્યું, બેટા આ મારો સ્ટુડન્ટ છે અને એના થી ઘભરાઈશ નહિ કાલે રાત્રે તને સહી સલામત ઘરે એણે જ પહોંચાડી છે. અવની એની સામે જોઈ રહી. ઇન્દ્ર સરે સમજાવ્યું, આ મારો જૂનો વિધાર્થી છે. જે અત્યારે એક સામાજિક કાર્યકર્તાનો જમણો હાથ છે, જયારે તને પેલા ચાર ગુંડાઓ ઉપાડી જતા હતા ત્યારે વિજય એક સભા પુરી કરી પાછો ફરી રહ્યો હતો. એની ધાક એટલી છે કે એને દૂરથી જ જોઈ પેલાઓએ ગાડી ઉભાડી. તારી ચીસો દૂર સુધી આવતી હતી જે વિજયે સાંભળી. પણ એ તારા સુધી પહોંચે એ પહેલા તું બેભાન થઇ ગઈ. વિજયે તને પેલા થી બચાવી પોલીસ પાસે લઇ જતો હતો ત્યાં જ મારો ફોન તારા મોબાઈલ માં વાગ્યો અને મારો ફોટો તે મારા કોલ સાથે રાખ્યો છે એટલે વિજય તને ઓડખીયુ ગયો. અને એણે મારી સાથે ફોન પર વાત કરી તને અહીં પહોંચાડી. અવની રડતી રહી. એણે વિજય સામે હાથ જોડી કહ્યું, 'હું કલ રાત વિશે વિચારું છું તો પણ ધ્રુજી જવું છું' તમારો આભાર હું કેમ વ્યક્ત કરું ભાઈ? વિજય બોલી ઉઠ્યો, '''આભાર મારો નહિ તમારા પાપા નો કરો. જેમણે આ ગુન્ડાને સાચી દીશા બતાવી. એક પણ  શબ્દના આશરા વગર. એમણે ક્યારેય મને મારી કોઈ ભૂલ કે કોઈ ગુનાહની સજા ક્યારેય આપી ન હતી મને કદાચ બીજા ગુરુઓની સજા ભુલાઈ પણ ગઈ છે પણ ઇન્દ્ર સરની મારી વાતને હસી માં કાઢી નાખવી, મારી તાકાતનો માનભેર ઉપયોગ કરવો એ નથી ભૂલી શક્યો. જયારે હું સ્કૂલ પુરી કરી જતો હતો ત્યારે એમણે મને આ હનુમાનની ગદા આપી હતી ચાંદીની. અને કહ્યું હતું કે તારી જરૂર જ્યાં હશે ત્યાં ઈશ્વર તને પહોંચાડી દેશે બસ તારો રસ્તો કે દીશા ન મુકતો...એટલે જ કદાચ હું કાલે તમારા સુધી પહોંચી શક્યો હોઈશ.'''''''

ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. આંખ બધાની ભીની હતી. માત્ર ડુસકા અવનીના આવી રહ્યા હતા. ઇન્દ્ર સરના મોબાઇલ પર અવનીના પતિનો ફોન આવ્યો, ''જમાઈ રાજ આજે તો અવનીને રોકાવા તમે પરવાનગી આપી હજુ એક દિવસની આપો તો કાલે સવારે હું જાતે જ એને મૂકી જઈશ.'''

                            વિજયે વિદાય લીધી ત્યારે ઇન્દ્ર સરે કહ્યું કે ખરા અર્થમાં આજે  મને મારુ જીવન સાર્થક લાગે છે વિજય. અને બને ભેંટી પડ્યા.

કદાચ દરેક ગુંડા જન્મથી ગુંડા નથી હોતા કોઈ સમાજ કે કોઈ પરિવાર એનો મુખ્ય ભાગ હોય છે જેમાં સમાજના નામ પર પહેલો એનો ગુરુ હોય છે. કોઈ મહાન ગુરુ ચાણક્ય હોઈ શકે ચંદ્રગુપ્તનો તો  તો કોઈ મહાન ગુરુ દ્રોણ પણ હોઈ શકે એકલવ્યનો. 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ