વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી મા..



°°°°°°°°°°°°°°°°°°°°°°°°


શીર્ષક : મારી મા


°°°°°°°°°°°°°°°°°°°°°°°°



હા, એજ તું

અખિલ બ્રહ્માંડનું અદભૂત તત્વ

અમ આયખાનો આધાર

સર્જનનો સાર

અનુભૂતિ, સંવેદનામાં

ક્ષણે ક્ષણ અખંડ તું

ખરેખર? અખંડ છે તું?

હા?

તો ઉઠ,

દવાઓમાં ખરડાયેલી કડવાશ ભૂલી

કોરાધાકોર ઈક્ષણ ઉઘાડી

એકેક અંગે વ્યાપક

વીંધતી વેદનાની પેલેપાર

નજર તો ફેલાવ

અંશ તારા પળેપળ ઝંખે

તુજનું હસતું મનોહર મુખ

તૂટક તૂટક તૂટતા અવાજે

શીખ સઘળી આપી દે

અભેરાઈના વાસણ લાગે વાંઝણા

કરી સ્પર્શ પૂર્ણતા પ્રગટાવી દે

હારવું, ડરવું, થાકવું, રડવું

ન શોભે તને

તું તો ઈશ્વરની'ય આગળ

સર્વવ્યાપી સનાતન સત્ય છે

એક ગાંઠ કે જડ થયેલું અંગ

આમ ઠુકરાવી ન કરી શકે અળગી

આ હાથ ના છોડી શકે તું

ઓચિંતી ગંભીર ના બની શકે તું

અસ્તિત્વના વેરણ ટુકડા ઉઠાવી

લડી લે તું, જીદ કરી મને ખોળે સમાવી લે તું

ના હારી શકે તું

ચાલ ઊઠ

કારણકે

તું મા છે.. મારી મા છે.


માનસી પટેલ"માહી"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ