વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સફળતા નું સાતત્ય

અંગત ડાયરી.
તા:૧૯/૮/૨૦૨૦

વિભાગ:લેખ આસ્વાદ.

"સફળતા નું સાતત્ય જાળવવું અઘરું કે સફળતા પ્રાપ્ત કરવી અઘરી?"

શીર્ષક: "સફળતા નું સંકલન"

સફળતા પ્રાપ્ત કરવી અઘરી કે સહેલી એ વિશે ની વ્યાખ્યા વ્યક્તિ એ વ્યક્તિએ તેના ક્ષેત્ર અને સ્વભાવ મુજબ અલગ અલગ હોઈ શકે, સફળતાના માપદંડ અને તેને મુલવતા દ્રષ્ટિકોણ પણ અલગ અલગ હોવાના,

કોઈ વ્યક્તિ, સમાજ કે સંસ્થાની સફળતા ની વ્યાખ્યામાં અમુક અંશે પાતળી  ભેદરેખા હોઈ શકે,

દસમા ધોરણ માં ટોપ કરતો વિદ્યાર્થી સફળ ગણાય પણ આ સફળતાની સીડી પર પગ જમાવતા જમાવતા એ કેટલા પગથિયાં ચડીને આકાશ જોઈ લે એ ખરેખર અગત્ય ની વાત છે,મારા મત મુજબ સફળતા પ્રાપ્ત કરવા માટે જીવનમાં સકારાત્મકતાનું સ્તર ખુબજ ઊંચું હોવું જરૂરી છે,દસમા કે બારમાં ધોરણમાં સામાન્ય ટકા લાવેલો વિદ્યાર્થી પણ ટોપ કરેલા તેનાજ સહપાઠી કે જેઓ ઇનજીનીયર   કે ફાર્મસીસ્ટ બન્યા હોય તેનો જ બોસ હોય તેવા ઉદાહરણો પણ ઓછા નથી,
સફળતા પ્રાપ્ત કરવા સતત એક ધ્યેય જે પૂર્ણ ન થાય ત્યાં સુધી એની વિશે જિજ્ઞાસા વૃત્તિ સાથે વિચારતા રેહવું,અથાગ પ્રયત્ન,જીતી જવા નો વિશ્વાસ અને ગમે તેટલી હાર મળે ત્યારે પણ પોઝિટિવ રહી શકવાની હિંમત, ધૈર્ય અને ઉપરવાળા માં અખૂટ શ્રદ્ધા ..આટલા પરિબળો ખુબજ મહત્વના કહી શકાય પણ...એક દિશા ..એક ...ઉમદા હેતુ કે જે આપણા લક્ષ્ય માં ઉમેરાય તો સફળતા નું સાતત્ય આપમેળે જ જળવાય જાય,

એક સફળ ડોકટર  જ્યારે એવું વિચારે કે હું સફળ અને નામાંકિત ડોકટર બની  મારા અને મારા પરિવાર માટે અર્થોપાર્જનની સાથે સાથે સમાજ કલ્યાણને ધ્યાનમાં રાખી ગરીબ દર્દી માટે અઠવાડિયામાં એક દિવસ ફાળવીશ.મારી સિદ્ધિ, મારી ઓળખાણને કોઈ આર્થિક નબળા વિદ્યાર્થીને એડમિશન કરાવી આપવા ખર્ચીશ,કે કોઈ બે એવા વિદ્યાર્થી જે માત્ર પૈસાની મજબૂરી એ તેમની ટેલેન્ટ ખીલવી શકતા નથી એમને મદદરૂપ થઈશ, એમની સફળતાની સીડી બનીશ ત્યારે જે તે વ્યક્તિની પોતાની સફળતા નું સાતત્ય આપમેળે જ જળવાઈ રહેવુ સરળ બની શકે,

સફળતા પ્રાપ્ત કરવીએ ટૂંકા કે લાંબા ગાળા ની મેહનત અને ધૈર્ય નું પરિણામ હોય પણ તેમ છતાં તે મેહનત કે ધૈર્ય નો સમયગાળો મર્યાદિત તો કહીજ શકાય,એટલે કે સફળતા મળ્યા સુધી નો સમયગાળો બોલી શકાય કે આ સિદ્ધિ મેળવતા આટલો સમય લાગ્યો પણ સફળતાનું સાતત્ય જાળવવા અને સફળતાને સતત ચમકાવતા રહેવા તો  આ જીવન "ડાઉન ટુ અર્થ રેહવું પડે" એટલે કે ઊંચે ઉડવું પણ પગ જમીન પર રાખવા પડે,

સફળતાનું સાતત્ય  જળવાય તો  એ સિદ્ધિ દેશ, સમાજ ,અને બીજા અનેક લોકોને જીવન ની સફળતા પામવા માટે નો સહારો બની રહે.ત્યારેજ તેને સાચા અર્થ માં સફળતાનું સંકલન કહી શકાય,

અસમા લાખણી, 'મલા'
ભાવનગર


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ