વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઋણાનુબંધ

શિયાળાની કડકડતી ઠંડી  હોય કે ધમધોકાર ગરમી ,વરસતો વરસાદ હોય કે માંદગીની સજા ...એ રોજ સમયસર પહોંચી જતી ,દિવસ ચુકે વાર ચુકે પણ તે તેનું કામ ન ચુકે ,આજે થોડું મોડું થયું હતું એ હાંફળી ફાફળી બઁગલાના ગેટ માં આવી ,ઝડપ ભેર અંદર આવી ઘરના લોકો માટે ઉપયોગમાં લેવાતા માટલામાંથી ઘટા ઘટ બે ત્રણ ગ્લાસ પાણીના પી ગઈ....

શિયાળાના કારણે માટલાનું પાણી અતિશય ઠંડુ અને શીતળતા પહોંચાડનાર હતું ,હવે અનું નો શ્વાશ હેઠો બેઠો ...આમતેમ નજર કરી તો શેઠાણી સામે જ દેખાયા......તે લાચારી ભર્યું હસી ...કામમાં પાવરધી અને ઈમાનદાર અનું દેખાવે સાવ સામાન્ય ,ભીનેવાન ,ઊંચાઈ એવી કે બઁગલા ના ટેબલ નો ઉપયોગ સાવ ઓછો થાય ,

ભોળી અનું દિલથી કામ કરે ,એક સળી અહીં થી ત્યાં ન થાય ,શેઠાણી નીતા આંટી અનુંને ખુબ પ્રેમથી રાખે ,તેની ઈમાનદારી નીતા આંટીને આકર્ષે ,

નીતા આંટીને ત્યાં તે દરેક કામ ઘરનીજેમ જ કરે ,શેઠાણી પણ ઘરની દીકરીની જેમ અનુંનુ ધ્યાન રાખે ,ગરીબ વસ્તી ,ટૂંકું ગુજરાન ,નાનું ઘર ,બધી મજબુરીને સમજતા નીતા આંટી અનુંને સારી સારી વાતો શીખવે ,ધાર્મિક વાતો કરે ,હસે અને જરૂર પડે ખીજાય પણ લે

નીતા આંટી પણ આખો દિવસ વ્યસ્ત ,કોઈને કોઈ પ્રવૃત્તિ ,સામાજિક કાર્ય ,અને સયુંકત પરિવાર સાથે બાળકો અને પતિની જવાબદારીમાં પરોવાયેલા જ હોય

આજે અનુંની લાચાર નજર અને મનની મૂંઝવણ, અનુભવી શેઠાણી કળી ગયા ...

"શું થયું અનું ?આજે તારું મન વ્યાકુળ હોય એવુ લાગે છે મને ?કોઈ મૂંઝવણ હોય અને મને કહી શકે તેમ હો તો મન હળવું કરી લે ,બની શકે કે હું તારી કોઈ મદદ કરી શકુ ..."શેઠાણી બોલ્યા

અનું :"ના આંટી એવુ કઈ ખાસ નથી ,આજે મારે આવવામાં મોડું થયું એટલે મને ટેંશન થયું કે બા ખીજાશે એટલે જ મન પર ભાર હતો બસ ...."

નીતા આંટી :"એમ ?ખરેખર ?પણ બા તો ગામડે ગયા છે બાપુજી સાથે ,એ તો તને ખબર જ છે ...."

અનું :"હું ભૂલી ગયી હતી કે બા નથી ..."

આટલુ બોલી તે કામમાં પોરવાઈ અને નીતા આંટી કોઈ કામ માટે બહાર નીકળી ગયા ....

બીજા દિવસે પણ આજ મનોભાવ સાથે અનું આવી આમ ને આમ એક અઠવાડિયું વીતી ગયું

રવિવારની સવારે નીતા આંટી હીંચકે બેસી છાપું વાંચતા હતા ...થોડી થોડી વારે ઘડિયાળ સામે નજર નાખતા 'હજી અનુ કેમ નથી આવી હોય ?'એ ચિંતા પણ તેમને થતી હતી આમ તો છેલ્લા આઠ દિવસથી આ કોયડા જેવી છોકરીનો સવાલ નીતા આંટીના મગજમાં ઘૂમરાતો ,,,,,,' શું હશે ?કઈ વાત છે જે અનું છુપાવે છે કોઈ મુસીબતમાં હશે ?કે તેને મારું કામ હવે નહીં કરવું હોય ?કોઈ બીજી જગ્યાએ જવાનું વિચારતી હશે ?પણ ના એવું તો ના બને !એવું ના કરે! અને આટલી વાત માટે થઈને તે આટલી બધી ઉદાસ અને ગભરાયેલી પણ ના લાગે 'આ વિચારો સાથે નીતા આંટી અનુની રાહ જોવા લાગ્યા ત્યારેજ અનુ ગેટમાં પ્રવેશી નીતા આંટી એ જરા ગુસ્સો કરી જ લીધો ........"અરે !અનું આમ જો તો ખરી રોજ આટલુ જ મોડુ કરવાનું છે તારે ?મને નહીં પોષાય !તારે સમયસર આવીને કામ કરવું હોય તો કર! આઠ દિવસથી હું જોઉં છું કે તારું કામમાં મન નથી ,શું હકીકત છે તે બોલતી નથી! કોયડો બનને ફરે છે! આજે તારે બોલવું છે કે હું તારો હિસાબ કરું? "મને-કમને નીતા આંટી એકધારું બોલી ગયા.

નીતા આંટીના શબ્દ પુરા થયા ન થયા કે નીચું જોતી અનુની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા ,બંને હાથ વડે પોતાનો ચહેરા છુપાવી અનું ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી , નીતા આંટીને ખબર જ હતી કે થોડો ગુસ્સો કરવાથી કદાચ હકીકત સામે આવશે ...
નીતા આંટીએ અન્નુને પાસે બોલાવી પાણીનો ગ્લાસ આપ્યો, શાંતિથી તેના માથા ઉપર હાથ ફેરવ્યો અને પૂછયું: "બેટા શું થયું છે? કંઈક તો કે હું તારી માસી છું મને નહીં કે તું શું ટેંશન માં છો ?"

અન્નુ બોલી: "આંટી આજે બિરયાની બનાવવાની હતી એ લોકો ઘરે આવવાના હતા!"

નીતા આંટી :"કોણ ?કોની માટે બિરયાની બનાવી ?કોણ આવવાનું હતું? અને આ આ બધું શું ચાલે છે? સહેજ ચોખવટ થી બોલીશ ?"

અન્નુ :"નીતા આંટી હું તમને એટલા માટે નથી વાત કરતી કે કદાચ બને કે તમને મારી નિયત પર શક પડે"

નીતા આંટી :"અરે ગાંડી ! આવું બોલે છે ,અનુ....... વિના સંકોચે મને બધી વાત કર પ્લીઝ .."

અનુ બોલી:"ચાલીસ હજાર રૂપિયા વ્યાજે લીધેલા છે મારી માઁએ, દર મહીને અઢી હજાર રૂપિયા ભરવાના હોય છે હવે અમે ગરીબ માણસો એકસાથે ચાલીસ હજાર કેમ કરી આપીએ? અને વ્યાજ તો સમયસર આપવું જ પડે તો આ વખત મારી માની તબિયત ખરાબ થઈ જતા વ્યાજ આપવામાં થોડું મોડું થઈ ગયું છે, એટલે એ લોકો જ્યારે વ્યાજની ઉઘરાણી કરવા આવે અને વ્યાજ ની રકમ હાજર ન હોય તો તેમની મિજબાની બિરયાની અને તેમની મનભાવતી વાનગીઓ પીરસી કરવી પડે અને વહુ દીકરીઓને આઘુ પાછુ થઇ જવું પડે ,નહિતર ખબર નહીં શું થાય કે શું ન થાય!!!!!! આજે એમનની માટે બિરયાની બનાવવાની હતી અને બીજી થોડી વાનગી પીરસવા માટે પણ તૈયારી કરવાની હતી એટલે જ મારે ફરી વખત આવાનું મોડું થઈ ગયું .......!નીતા આંટી ...,,,ખબર નહિ હવે આ મુસીબતમાંથી અમે શું ભોગ આપીને બહાર આવીશું ?એ તો હવે સમય જ બતાવશે "એટલું બોલી અન્નુ ધ્રુસકે ધ્રૂસકે રડવા લાગી ..

નીતા આંટીને પણ આ વાત સાંભળી આઘાત લાગ્યો ,તેની આંખ ભીની થઈ ગઈ "શું વાત કરે છે? ચાલીસ હજાર રૂપિયા!અને તેનું વ્યાજ ......અને એ પણ ચૂકવવા માં આગળ પાછળ થાય ત્યારે આવી દાવત થી મુદ્દત લંબાવવાની ?ખરેખર આ તો બહુ ગંભીર સમસ્યા છે? તું મને દિલથી આંટી કે છે અને આટલી મોટી વાત આટલું મોટું જોખમ મારાથી છૂપાવ્યું ?પાણી પી લે અને ચા બનાવીને પી અને પછી શાંતિથી કામ શરૂ કર,,,, હું કોઈ રસ્તો હમણાં જ વિચારું છું" આટલું કહી નીતા આંટી પોતાની રૂમમાં આવી ગમગીન થઈ ગયા ...કેમ કરીને મદદ કરવી તે વિશે વિચારે છે અને તરત જ સાંજ ની કિટ્ટી માં રિયાને ત્યાં જવાનું હતું એ રિમાઇન્ડર મોબાઈલમાં વાગતા તેને યાદ આવ્યું કિટ્ટીમાં મેમ્બરે ભેગી કરેલી રકમ મેળવવાનો આવતા મહિના નો વારો પોતાનો છે !

અચાનક તેમને કંઈક વિચાર આવતા આ મહિનાની કિટ્ટી રીના ને ત્યાં હતી એમણે તરતજ રીનાને ફોન કરી ને કહ્યું :" રીના તું આ મહિનાની કિટ્ટી ની રકમ જે તને મળવાની છે એ મને આપી દે અને મારી આવતા મહિનાની તુ લઇ લેજે....... તેમાં ૫૦ હજાર રૂપિયાની રકમ આવવાની હતી ...

રીનાને નીતા સાથે ખુબજ સારા સંબન્ધ હતા તે જાણતી હતી કે નીતા કોઈ કોયડો ઉકેલવા જ આમ કરવા કેહતી હશે નહિતર સમૃદ્ધ નીતા ને પતિ તરફ થી પૈસા બાબતે રોકટોક ન હતી અને તેણે સાંજે જ તેને કિટ્ટીની  રકમ લઈ લેવા જણાવ્યું .

નીતા આંટીએ સદભાવના અને સજ્જનતા દાખવી વિચાર્યું કે આ પૈસા થી અન્નુની મદદ કરીશ એ જ બહેતર છે... કે જો આ પૈસા અન્નુ ને કામમાં આવશે અને તે વ્યાજખોરોની લપેટમાં થી છુટકારો મેળવશે તો એ કાર્ય મારી માટે જીવનમાં આત્મા શુદ્ધિ ની અને માણસાઈ જીવાડવાની નાનકડી પહેલ ગણાશે ..

અચાનક ફોન કરી ,નીતા એ કિટ્ટીના પૈસા એક મહિના પહેલા માંગતા રીનાને પણ પ્રશ્ન થાય છે કે નીતા ને અચાનક એવી પૈસાની શું જરૂર પડી ગઈ ?નીતાના પતિ તો પચાસ હજાર નહિ પાંચ લાખ પણ આપે તેમ છે .....આ તો નીતા એ બચત કરી ભેગા કરેલા પૈસા છે .... મોજશોખના પૈસા છે, પૈસાનું અત્યારે અચાનક શું કામ પડ્યું હશે નીતા ને ?આવા બધા સવાલો માં અટવાતું કીટી મેમ્બર રીના નું મન પણ ચકરાવે ચડ્યું ..અને તેણે કોલ કરી નીતા ને આ બધા જ પ્રશ્ન પૂછી જ લીધા ..

ત્યારે નીતાએ ફક્ત એટલો જ જવાબ આપ્યો કે એ બધા સવાલોના જવાબ હું તને આપી શકુ એવી સ્થિતિ નથી જોતું મને એટલી મદદ કરીશ કે આવતા મહિનાની બદલે આ મહિનામાં તું મને મારી કિટ્ટી ના પૈસા આપી દઈશ તો મારી માટે ખૂબ જ અઘરું કામ સેહલું કરી દઈશ ,, રીના પૈસે ટકે સુખી હતી તે નીતાને આવતા મહિનાની બદલે આ મહિને કિટ્ટી ના પૈસા આપી દે તો તેને કોઈ ખાસ ફરક પડતો ન હતો ...નીતા અને રિયા ની મિત્રતાના સંબંધો પણ એવા હતા કે તે નીતાને ના પાડી શકે જ નહીં એટલે તરત જ તેણે હામી ભરી ...


આ દસ બહેનપણી દર મહિને કીટી પાર્ટીકરે ને એક જણાના પાંચ હજાર લેખે ઉઘરાવી જે ને ત્યાં પાર્ટી હોય તેને આપે આરીતે આ ગ્રુપ દર મહિને પચાસ હજાર કોઈ એક કીટી મેમ્બર ને આપે ...

આજ પૈસા નીતાએ આવતા મહિનાને બદલે આ મહિને કેમ માગ્યા હશે ?તેનો પતિ ક્યાં તેને પૈસાની ના પાડે છે તો નીતાએ કીટીના પૈસા કેમ અચાનક માગ્યા એ એક જવાબ વગર નો સવાલ રિયા શોધતી રહી ,

છેલ્લે રિયા ને થયું આ કોયડા જેવી નીતા મને ક્યારે સમજાશે ?

નીતાએ આ પૈસા અનુ ને આપી તેને કર્જામાં થી અને કરજદાર ના ત્રાસ માં થી મુક્ત કરાવી.... અન્નુ નું ખોવાઈ ગયેલું હાસ્ય પાછું મેળવવાં માં સફળ થઈ ...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ