વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈ-સિમ ફ્રોડ

આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી લોકો ઓનલાઈન  ફ્રોડના શિકાર બનતા જાય છે નજીકના સમયમાં આપણે  કેવાયસી ફ્રોડ અને સિમકાર્ડ સ્વેપિંગ વિશે જાણીએ છીએ જેનો ઘણા લોકો શિકાર બન્યા છે. પણ ધીમે ધીમે આ બાબતે લોકોમાં જાગૃતતા આવવાથી આવા કેસ ઓછા થતા જાય છે પણ ફ્રોડ આચરનારા લોકો પણ નવી નવી ફ્રોડ કરવાની પદ્ધતિ શોધી લઈ આવે છે. એવો જ એક નવો ફ્રોડનો કેશ સામે આવ્યો છે જે e-SIM ફ્રોડ તરીકે જાણીતો બન્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ જુલાઈ 2020 ના એક રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર પોલીસે પાંચ લોકોને ગિરફ્તાર કર્યા છે જેઓ આ e-SIM ફ્રોડની મદદથી પાંચ રાજ્ય પંજાબ, હરિયાણા, બિહાર, વેસ્ટ બંગાળ અને ઝારખંડના 300 લોકોના બેંકના ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસે આ નવા e-SIM ફ્રોડ વિશે માહિતગાર કર્યા હતા.

આ e-SIM ફ્રોડ પર પ્રકાશ પાડતા પહેલા SIM અને e-SIM માં શું તફાવત છે એ તમને જણાવું તો સીમ બે પ્રકારના હોય છે. એક તો ફિઝિકલ સીમકાર્ડ  (સાદું સિમકાર્ડ) એટલે કે જે તમારા મોબાઈલના કાર્ડ સ્લોટમાં લાગે છે. અને બીજું  વર્ચ્યુઅલ સીમકાર્ડ એટલે કે e-SIM તે મોબાઇલમાં એક નાની ચીપ તરીકે પહેલેથી જ લાગેલું હોય છે. જે એપલ અને ગુગલનાં નવા ટેક્નોલોજીવાળા મોબાઈલમાં ઉપલબ્ધ છે.

e-SIM નો અર્થ થાય છે એમ્બેડ સબસ્ક્રાઈબર આઇડેન્ટિટી મોડયુલ એનો ફાયદો એ છે કે તમે કોઈપણ ઓપરેટર માંથી બીજા ઓપરેટર માં જવું હશે તો નવું સિમકાર્ડ લેવાની જરુર નહીં પડે એટલે કે તમને જીઓમાંથી એરટેલ અથવા એરટેલમાંથી જીઓમાં જવું હશે તો સીમકાર્ડ બદલવાની જરૂર નહીં પડે માત્ર તમને ઓપરેટરને રિકવેસ્ટ મોકલીને તમારી સર્વિસ બદલી શકશો.

હવે આપણે અહીં સાદા સીમકાર્ડમાંથી e-SIM કઈ રીતે એક્ટિવ થાય એ જાણીએ.

1. તમારે તમારા મોબાઈલમાંથી e-SIM <> email id નો મેસેજ ઓપરેટરના નંબર પર મોક્લવવાનો હોય છે.

2. એ મેસેજ મોકલશો તો તમને કંપની તરફથી એક મેસેજ આવશે કે તમારી e-SIM એક્ટિવ માટેની રિક્વેસ્ટ મળી છે. જો તમે e-SIM એક્ટિવ કરાવવા માંગતા હો તો અમારા કસ્ટમર કેર માંથી ફોન આવશે તો એક નંબર પ્રેસ કરીને તમારી પરવાનગી આપશો.

3. તમે જેવી પરવાનગી આપો છો ત્યારે તરત જ બીજો એક મેસેજ આવશે કે તમારા રજીસ્ટર ઈ-મેલ પર એક ક્યુઆર કોડ આવશે અને તમારા e-SIM ટેક્નોલોજી ધરાવતા મોબાઈલથી સ્કેન કરીને આ પ્રોસેસને પૂરી કરો.

e-SIM એક્ટિવ થવાની સાથે થોડા સમય પછી તમારું જૂનું કાર્ડ બંધ થઈ જશે. આ રીતે e-SIM એક્ટિવની આખી પ્રોસેસ થાય છે.

હવે આપણે મુખ્ય વિષય પર આવીએ કે આ e-SIM ફ્રોડ શું છે અને આવા તત્વો કઈ રીતે આને અંજામ આપે છે.

1. પ્રથમ તો આપણને એક પ્રશ્ન થાય કે આ લોકોને કઈ રીતે ખબર પડે છે કે આપણો નંબર બેન્ક સાથે લિંક છે કે નહિ. તો એના માટે e-SIM ફ્રોડ આચરનારા ગઠિયાઓ પાસે ઘણા બધા નંબર નું લિસ્ટ હોય છે. તેઓ એક એક કરીને બધા જ નંબર બેંકની એપ્લિકેશનમાં એન્ટર કરે છે જો નંબર નાખતાની સાથે ઓટીપીનું ઓપ્શન આવે તો તેને ખબર પડી જશે કે આ નંબર બેન્ક સાથે લિંક થયેલ છે એટલે એને એક નવો શિકાર મળી જશે.

2. બીજા સ્ટેજમાં એ લોકો તમને એક મેસેજ અથવા ટેલીફોન કંપનીના એક ઓફિસરની રીતે કોલ કરશે કે તમારું સિમ અપગ્રેડ કરો અથવા કેવાયસી અપડેટ કરો નહીં તો તમારું સિમ બંધ થઇ જશે.

3. ત્રીજા સ્ટેજમાં એ લોકો તમને e-SIM શું છે અને કઈ રીતે ઉપયોગી છે એના ફાયદા જણાવશે અને તમને e-SIM એક્ટિવ કરવા માટે તૈયાર કરશે.

4. ચોથા સ્ટેજમાં તમારા મોબાઈલમાંથી e-SIM એક્ટિવનો મેસેજ કંપનીને મુકવાનું કહે છે. e-SIM એક્ટિવની પ્રોસેસ આપણે આગળ જોઇએ એ પ્રમાણે તમને પ્રોસેસ પૂરી કરવાનું કહેશે.

5. એના પછી એ લોકો તમને ગુગલ ફોર્મની લીંક મુકશે જેમાં તમને બેંકની બધી જ માહિતી ભરવાની કહેશે એ રીતે એ લોકો પાસે તમારી બેંકની બધી જ માહિતી આવી જશે.

આપણે જાણીએ છીએ કે e-SIM એક્ટિવ ત્યારે જ થશે જ્યારે તમારા ઇ-મેઇલ માં આવેલ ક્યુઆર કોડને સ્કેન કરશો. તો અહીં પ્રશ્ન એ થાય કે આ લોકો ક્યુઆર કોડ કઈ રીતે મેળવે છે.

(1)    પ્રથમ રીતમાં તમને જે કંપની તરફથી ક્યુઆર કોડ તમારા ઇ-મેલ માં આવે છે એને કોઈ પણ રીતે એના ઈ-મેલ પર ફોરવર્ડ કરવાનું કહે છે અને એ કોડને સ્કેન કરીને ગઠિયાઓ પોતાના મોબાઈલ માં e-SIM એક્ટિવ કરે છે.

(2)   બીજી રીતમાં ગઠિયો એક ઇ-મેલ તૈયાર કરે છે જેમાં એવું લખેલું હોય છે કે નીચેની ઇ-મેલ આઇડી (ગાંઠિયા ની ઈ-મેલ આઈડી) આ મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરવાની છે. અહીં જે ઇ-મેલ આઇડીની વાત થાય છે એ ગઠીયા ની ઇમેલ આઇડી રજિસ્ટર કરવાની વાત થાય છે. આ રીતે એક ઇ-મેલ બનાવીને ગઠિયો તમને મોકલે છે અને તમને એ ઇ-મેલ ટેલિકોમ કંપનીના ઓફિશિયલ ઇ-મેલ પર ફોરવર્ડ કરવાનું કહે છે.

અહીં હવે ગઠીયાની ઈમેલ આઈડી તમારા મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થઇ જાય છે હવે તમને જે ક્યુઆર કોડ આવશે એ તમારા ઈ-મેલ પર આવવાને બદલે ગઠિયાના ઈ-મેલ પર જાય છે અને એના પાસે e-SIM ટેકનોલોજીવાળા મોબાઈલ હોય છે. જેનાથી એ સ્કેન કરીને એના મોબાઈલમાં e-SIM એક્ટિવ કરે છે.

જે મોબાઇલ નંબર તમારા બેંક સાથે લીંક છે એ નંબર એના પાસે આવી જશે અને એ ઇચ્છે ત્યારે રૂપિયાની લેવડ-દેવડ કરી શકે છે કારણ કે જે પણ મેસેજ કે ઓટીપી આવશે એ e-SIM એક્ટિવ મોબાઈલમાં આવશે અને તમારું જૂનું કાર્ડ બંધ થઈ ગયું હશે એટલે તમે કંઈ નહીં કરી શકો.

e-SIM ફ્રોડથી બચવાના ઉપાય

1. કેવાયસી અપડેટ કે સીમકાર્ડ અપગ્રેડ માટે મેસેજ કે કોલ આવે તો એનો ઉત્તર આપવાનું ટાળો.
2. e-SIM અપડેટ માટેનો કોલ આવે તો પ્રથમ એ ચેક કરવાનું કે તમારો મોબાઇલ e-SIM સપોર્ટ કરે છે કે નહીં.
3. કોઈપણ ઈમેલને ફોરવર્ડ કરવાનું ટાળો અને મેસેજમાં આવેલ લિંકને કે જેમાં ફોર્મ હોય છે એને ભરવાનું ટાળો.
4. જો તમારું સીમ કોઈ કારણોસર બંધ થઈ જાય તો ઓનલાઇન નંબર શોધીને કસ્ટમેર  કેર પર ફોન કરવા કરતા નજીકના ટેલિકોમ સ્ટોરમાં જઈને સીમકાર્ડ અપગ્રેડ કરાવો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ