વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગૂંથાયેલા તાંતણા


                     બે બાળકો એક બાંકડા ઉપર બેઠાં હતાં સ્કૂલ છૂટી ગઈ હતી. રામજી કાકા જે ત્યાં ના વોચમેન હતાં તે રોજ આ બન્ને બાળકો ને ચોકલેટ આપતા અને આ ઘટના ના સાક્ષી બનતાં. બન્ને બાળકો નું નામ અનુક્રમે રાજ અને રિયા હતું.

         

                વિક્રમ અને સોનલ ના આ બન્ને બાળકો વાત્સલય થી વંચિત રહેલાં. બગીચામાં ઉગતાં ફૂલ સમાન તે પણ કુમાશ ના તત્વબિંદુ ને પામી ને ઉજ્જડ વેરાન સફર ભણી જઇ રહ્યા હોય તેમ બંન્ને દિશા વગરનાં કોઇ અજાણ્યા જ સફર માં મીટ માંડી રહ્યાં હતાં.

        

        ત્યાં જ એક ગાડી આવી અને એકદમ આક્રોશ સાથે બંને કોમળ પુષ્પો ને વાણીરૂપી બાણ થી વીંધી નાખ્યાં. કોઈ પણ કારણ વગર જ બન્ને એ ગુસ્સાનો ભોગ રોજ બનતાં. અને ચૂપચાપ સહી લેતાં હતાં.


        અપેક્ષા અને વિરોધાભાસ માં જેમ અંતર હોવું અને ન હોવુ હોય છે તેવી જ હાલત ના પત્યક્ષ ઉદાહરણ રૂપ રાજ અને રિયા હતાં. સોનલ ખૂબ જ શાંત,પ્રેમાળ,દયાળુ અને ઠરેલ હતી. જયારે વિક્રમ ઉતાવળિયો, ઘમંડ થી ભરેલો,ગુસ્સો હંમેશા નાક પર રહે તેવો,તેમ જ ખૂબજ ઉડાઉ વ્યક્તિ જેની પાસે સંપત્તિ ની કોઈ ખોટ નહોતી. પણ તેનું આવું હોવાનું કારણ અછત હતી.અછત પ્રેમ ની ,અછત વાત્સલ્ય ની,અછત ઉછેરની..

      

     માથાં ઉપર ચાર આંખો ની શરમ હોય ત્યાં સુધી બાળક નિશ્ચિત રહે છે. પણ કોઈ એક પણ ના રહે ત્યારે દુકાળ પડી જતો હોય છે. વિક્રમ માં વગર ઉછરેલી સંતાન જેની આસપાસ તમામ વૈભવશાળી વસ્તુઓ મળી રહેતી પણ એને મોં માં કોળિયો મૂકીને જમાડતી માં નહોતી,ધ્યાન લે તેવી વાત્સલય ની હૂંફ નહોતી. બાપ હતો પણ બાપ ને તેનાં ધંધા માંથી ફુરસત નહોતી. તે સાંજે ફક્ત જમવા સાથે બેસતો અને તેમાં પણ હાથમાં તો મોબાઈલ જ રહેતો આંખ ઊંચી કરીને કોઈ વાર વિક્રમ સાથે વાત કરવાની  તક ઝડપી લેવાની તેનામાં ઉત્સુકતા નહોતી. પૈસાનું વળગણ કહો કે બેદરકારી પણ આ રીતના ઉછેર થયેલો હોવાથી તેનામાં કોઈ અવગુણ વધારે અને ગુણ નહિવત હતા. હા.. તે ડાયરી લખતો અને ગરીબોની સેવા એ બન્ને તે પહલે થી જ કરતો આવ્યો હતો કદાચ એ કરૂણતા અને વાત્સલ્ય નો અભાવ કદાચ તેને પ્રેરતું હશે..

  

     આજે બન્ને બાળકો સાથે તેનાં વર્તન માં હંમેશા હુકમ રહેતો. સોનલ તેને ખૂબ સમજાવતી પણ ખોટી લત માં તે ના કરવાનું કરી બેસતો. રાજ ઘણીવાર પૂછતો સોનલ ને,'હેં માં..,પપ્પા હંમેશા ગુસ્સામાં કેમ રહે છે?'


બાથ માં ભરી ને સોનલ રાજને કહેતી,'બેટા.. પપ્પા તમને બન્ને ને ખૂબ પ્રેમ કરે છે એક દિવસ તને બધું સમજાઈ જશે.'


     રિયા હજી તો એટલી સમજ નહોતી પામી. તે તો બસ રમત માં મસ્ત રહેતી તેનાં હોવાથી આખા ઘર માં રોનક રહેતી. એનું બાળસહજ મન અને તેની નિખાલસતા થી બધાં જ સ્મિત વેરી લેતાં. વિક્રમને રિયા સાથે એક લગાવ હતો. દરેક પિતા ને જેમ તેની પુત્રી માટે હોય તેવો જ. પણ એની લત હતી જેને લીધે તે દરેક વસ્તુ થી ધીરે ધીરે દૂર થતો જતો હતો. તેનો રોજનો એક નિયમ કહો કે આદત તે ડાયરીમાં રોજ લખતો હતો.

      

    સોનલ કેટલીવાર તેની ડાયરી વાંચવા ઇચ્છતી પણ વિક્રમ તે ડાયરી ક્યાં મુકતો તે બસ એને જ ખબર હતી. એક રાત જયારે સોનલ રૂમ માં આવી ત્યારે વિક્રમ બેહોશ હાલત માં જમીન પર તરફડતો હતો. જોઈને સોનલ હેબતાઈ ગયી. તે ક્ષણિક તેને જોતી રહી વિક્રમ ની આંખો માં કેટલું દર્દ હતું. તેને આંગળી ચીંધી ટેબલના એક લોક મારેલા ડ્રોવર તરફ અને એક પલક નાં ઝબકારાં માં સોનલ ના હાથ માં ચાવી અને સામે વિક્રમ બેહોશ હાલતમાં સરી ગયો.

    

   ફટાફટ સોનલ વિક્રમને હોસ્પિટલ ભણી લઈ ગઈ ડૉક્ટરે જરૂરી ડોક્યુમેન્ટ પર સહી કરાવી ઓપરેશન ચાલું કરી દીધું.

      

       એક તરફ જીવન અને મૂત્યું વચ્ચે ઝોલાં ખાઈ રહેલો વિક્રમ,બીજી તરફ ગમખાઈ ગયેલી સોનલ આશ્રય થી ભરપૂર જીવન ના આ વળાંક ને સ્થિરતા થી સ્વીકારી રહી હતી. તો ત્રીજી તરફ બે અબોધ બાળકો જેમને કોઈપણ પ્રકારની સૂઝ નહોતી. આજે કારમાં બેઠેલી એ વ્યક્તિ કોણ છે?? તેમના માબાપ ક્યાં છે?? તેવાં અઢળક સવાલોને પોતાનાં અચેતન મન માં છાવરી રહ્યાં હતાં.

      

    એ ઘટના એ બધું જ બદલી દીધું હતું આજે ૨ વર્ષે પણ રાજ અને રિયા પોતાના માબાપ થી દૂર હતાં એક અજાણ્યા વ્યક્તિ સાથે એક જૂની કોટડી માં રહેતા હતા તેમને બધું સમયસર મળી રહેતું હતું પણ જે હૂંફ મળવી જોઈએ તે તો સાવ વિસરી ગઈ હતી.


     એ અજાણ્યું વ્યક્તિ વિક્રમનો સોતેલો ભાઈ નિખિલ. તે રાત્રે વિક્રમે નિખિલને તે ઘટના પહેલાં ફોન કર્યો હતો ત્યારે સોદો કર્યો હતો જો તે વિક્રમનાં બન્ને બાળકો ની સંભાળ રાખશે તો તેને બધી સંપત્તિ સોંપી દેવામાં આવશે. પૈસાના લોભ ને કારણે નિખિલે આ સોદો સ્વીકારી લીધો હતો.

 

    ૨ વર્ષ પાછળ...


   તે રાત્રે જયારે હોસ્પિટલમાં વિક્રમને લઇ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે સોનલને કહ્યું હતું કે તેને તાત્કાલિક સારવાર માટે રિહેબ સેન્ટર લઇ જવો પડશે વિક્રમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે તેનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે અને તેની શારીરિક તેમજ માનસિક સ્થિતિ પણ હવે લથડી રહી છે. તેને તુરંત લઈ જાવ તો એ બચી શકે તેમ છે.

   

     સોનલ ખૂબ જ શાંત દિમાગ ની હોવા થી અને પરિસ્થિતિ ની પૂર્ણ જાણ થવાથી તેણે તરત જ નિર્ણય લઈ લીધો. તેણે નિખિલને આવતાં જોયો એટલે તરત જ તેને ખાતરી થઈ ગઈ કે વિક્રમે જ તેને અહીંયા બોલાવ્યો હશે. તેણે નિખિલને એટલું કહ્યું બઉં જલ્દી હું પાછી આવીશ. અને તે ઘરે ગઈ અને ડ્રોવર ખોલ્યું તેમાં એક ડાયરી હતી એ જ ડાયરી જેને વાંચવા તે કેટલાંય વલખાં મારી રહી હતી. તે બીજે દિવસ વિક્રમને લઈને અમેરિકા જવા નીકળી ગઈ હતી.


    ડાયરી ખોલી તેને વાંચવા લાગી. પહેલાં જ પાનાં પર નામ હતું.

સોનલ...

"તારાં હોવાથી માતૃત્વ નો પ્રેમ હું પામ્યો છું. તારા હોવાથી હું માણસ બન્યો છું. તારા સ્પર્શે મારા સમગ્ર અસ્તિત્વને પ્રેમથી ભરી દીધું છે. તારા થી જ હું સ્ત્રી ની હૂંફ ને જાણી શક્યો છું. તે મને કશું બોલ્યા વગર જ ઘણું બધું આપ્યું છે. કોઈ વાર ફરિયાદ પણ નથી કરી તે બસ મને હંમેશા આપ્યું જ છે. અને હવે હું પણ આ બધું છોડી ને તારી પાસે રહેવા ઈચ્છું છું. મારા પિતા એ બીજા લગન કર્યા હતા. ત્યારે મારી અંદર હીનભાવના જાગી ઉઠી હતી. જવાની ના જોશ માં હું ખોટા માર્ગે ચઢી ગયો હતો. પણ તે મારા જીવન માં આવીને  મારા પથ્થર બની ગયેલી લાગણીને પ્રેમ થી સજાવી દીધી છે. હું જાણું છું છતાં તને ન્યાય આપી નથી શકતો મારુ અસ્તિત્વ જ મારા હાથ માં નથી સોનલ...મને બચાવી લે મને જીવવું છે, મને તને અને આપણા બાળકોને મન મૂકી ને પ્રેમ કરવો છે."

તારો વિક્રમ...

     

     સોનલ ની આંખો માંથી આસું સરી રહ્યાં. તેણે એક પછી એક પાન ઉથલાવ્યાં અને તેને તે ડાયરી માં નવો જ વિક્રમ દેખાતો હતો. જેની અંદર કેટકેટલી લાગણીઓ નો બવંડર ઉથલપાથલ કરી રહ્યો હતો. બહાર થી જડ દેખાતો આ વિક્રમ અંદરથી કેટલો લાગણીશીલ, પ્રેમાળ,દયાળુ હતો અને તેટલો જ બેચેન,લાચાર અને મજબૂર..


     વિક્રમ ની ઈચ્છા હતી કે તે આ ડાયરી પોતાના બાળકો ને પણ વાંચવા આપે. જેથી તેમનાં બાપ પ્રત્યેના પ્રેમને પોતાના બાળકો સમજી શકે. વિક્રમ ને તે દિવસે જીવવાની આશા બિલકુલ નહીંવત લાગતી હતી. અને એટલે જ તેણે આ ડાયરી સોનલ ને સોંપી હતી. પણ સોનલે એ બધી જ નિરાશા નો અંત લાવી ને વિક્રમ ની પડખે રાતદિવસ ઊભી રહી ને તેને આ ડ્રગ્સ ના નશામાંથી ઘણાં અંશે મુક્ત કરાવ્યો હતો. અને હવે તેને અમુક દવા રોજ લેવાની હતી.


      આજે પુરા ૨ વર્ષે પોતાનાં દેશમાં આગમન કરતા જ અહીંયા ની માટી ની મહેંક ને માણી રહેલાં વિક્રમ અને સોનલ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. તેમના જ અંશો ને મળવાનો આનંદ તેમને મીશ્રીત લાગણી ઓ થી ભરી રહ્યો હતો.

   

    નિખિલને મન નહોવા છતાં સંભાળ લેવી પડતી હોવાથી તે પોતાનો ગુસ્સો રાજ અને રિયા પર ઉતારી લેતો. એકદમ તરછોડી ને વર્તન કરતો.પૈસા મળવાની લાલચમાં તે નફરત ની બધી હદ વટાવી ચુક્યો હતો. રાજ અને રિયા આ નફરતને સમજી શકતા ન હોતા. કેટલી વાર જાણવાની કોશિશ કરી હોવા છતાં નિખિલે કોઈવાર પોતાના આ પરાયા પરંતુ પોતા નાં જ પરિવાર ના અંશ ને પ્રેમ થી જવાબ આપ્યા જ  નહોતા. માનવી ની નફરત તેને આંધળો બનાવી દેતો હોય છે.નિખિલ મહાભારત ના ધૂતરાષ્ટ્ર સમાન હતો.


    સોનલ અને વિક્રમ નિખિલને ઘરે આવ્યાં પરંતુ હજી નિખિલ અને બાળકો આવ્યાં નહોતાં. નિખિલને તેની જાણ નહોતી, તેણે મનોમન આજે આ બાળકોને મારવા ની યોજના બનાવી લીધી હતી. થોડીવાર પહલે જણાવ્યું તેમ નિખિલ ગુસ્સા માં ગાડી લઈ ને આજે બાળકોને લેવા ગયો હતો. આજનો ગુસ્સો અલગ હતો ગુસ્સો નહીં પણ નફરત નો જ્વાળા હતો. સાંજ પડી રહી હતી અને વિક્રમ અને સોનલ વ્યાકુળ થઈ રહ્યાં હતાં. ત્યાં જ રામજીકાકા નિખિલની ઘરે આવ્યાં અને ખૂબ જ ચિંતિત ચહેરે આમતેમ જોઈ રહ્યાં હતાં.પણ વિક્રમ ને જોઈ ને તેમના ચહેરા પર એક હાસ્યની રેખાં છવાઈ ગઇ.

  

     રામજીકાકા વિક્રમ ના ઘર નાં ચોકીદાર હતાં. વિક્રમને તેમણે બહુ નજીક થી મોટો થતાં જોયો હતો. પરંતુ એક્વાર રામજીકાકા ને પૈસાની ખૂબ જ જરૂર પડી હતી તેમણે વિક્રમનાં પિતાને ખૂબ આજીજી કરી હતી પણ વિક્રમનાં પિતા તેમને એક ચોકીદાર થી વધારે કાંઈ સમજતાં જ નહોતાં. ત્યારે વિક્રમે પહેલી વાર તેના માં રહેલી ગરીબો પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતાં તે એક રાતે ચોરીછૂપી થી મદદ કરી દીધી હતી. પણ આખી પરિસ્થિતિ નો શિકાર રામજીકાકા બન્યાં અને તેમણે નોકરી છોડવી પડી હતી. પણ વિક્રમે કરેલી મદદ ને તે ભૂલી શક્યાં નહોતાં. તેમને વિક્રમની પરિસ્થિતિ ની જાણ હતી.


    રામજીકાકા એ વિગતવાર બધી જ વાત વિક્રમને કરી. ત્યાં જ નિખિલ ની ગાડી આવી પહોંચી. નિખિલ વિક્રમને જોતા જ તેને વળગીને રડી પડ્યો. નિખિલ બદલાયો હતો,તેનો અંધાપો દૂર થયો હતો. રાજ અને રિયા પોતાનાં માબાપને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતાં પણ બન્ને ત્યાં જ ઊભાં રહી ગયા હતાં. મિશ્રિત લાગણી ઓ તેમણે પણ અનુભવી હતી.બાળ સહજ મન ૨ વર્ષ માં ઘણાં ભાવો અકેલા જ સહી રહ્યાં હતાં.


     નિખિલે જયારે પોતાની યોજના મુજબ આજે બંન્ને ને મારવાની તૈયારી કરી હતી ત્યારે બન્ને બાળકો ખૂબ પ્રેમભરી નજરે તેને નિહાળી રહ્યાં હતાં. અને જયારે નિખિલ ગુસ્સે થયો ત્યારે ધીમે થી એક ચિઠ્ઠી તેના હાથમાં મૂકીને બન્ને બાળકો આંખ બંધ કરીને ડરી ને એક બીજાને વળગીને બેસી ગયાં.

   

    તે ચિઠ્ઠી વિક્રમની ડાયરીમાં પડેલી હતી જે સોનલે રાજને જતાં પહેલાં આપી હતી.

 

પ્રિય નિખિલ,

     હું જાણું છું તું મને નફરત કરે છે પણ હું એ પણ જાણું છું કે તને મારા પ્રત્યે પ્રેમ પણ છે. તું મારા માટે હંમેશા મારો નાનો ભાઈ રહેશે જેને હું ખૂબ જ પ્રેમ કરું છું. ભાઈ આજે સમય ખરાબ છે તારો આ ભાઈ આજે મૌત સામે ઝઝુમી રહ્યો છે. મને કોઈ સહાનુભૂતિ ની લાલસા નથી. પણ હું મારી લાગણીઓ ને તારા સમક્ષ રજૂ કરવા ઇચ્છુ છું. મને તારી જરૂરત હોય ત્યારે તુ હમેંશા મારી પડખે હોય છે. નાનપણમાં તું અજાણ હતો પણ જયારે સત્યને પામ્યો ત્યારે તને મારાં માટે આ નફરતની લાગણી જન્મી છે હું તે જાણું છું. મને કશુ નથી જોઈતું નિખિલ તું મારી બધી જ સંપત્તિ લઈ લેજે પણ બદલામાં હું તને માંગુ છું. આજે હું લખું છું ત્યારે તને ફરી મળી શકીશ કે નહીં તે પણ જાણતો નથી. મેં જીવન માં ખોટા રસ્તે દોરાઈ ને મારી દુર્દશા કરી છે આજે હું ડ્રગસનો ગુલામ બન્યો છું. ભાઈ મારો પરિવાર તારાં હાથ માં સોંપીને જાવ છું. મારા બાળકોને તું ખૂબ પ્રેમ આપજે અને તેમને હંમેશા પ્રેરણા પૂરી પાડજે. બાપ નો કિરદાર તું નિભાવજે મારા વહાલાં ભાઈ અને યાદ રાખજે હું તને ખૂબ પ્રેમ કરું છું.

તારો ભાઈ,

વિક્રમ.


     નિખિલે બન્ને બાળકોને કસીને આલિંગન કરી દીધું. અને તેણે કરેલાં વર્તન થી તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. તેણે બન્ને બાળકો ને આજે પહેલી વાર પ્રેમ થી જોયાં,સમજ્યાં તેણે શું ગુમાવ્યું તે વાસ્તવિકતા ને પામ્યો.

  

     આજે વિક્રમ અને નિખિલ નો ભરતમિલાપ થયો હતો. ખરાબ વસ્તુ જીવનને કેટલી હદ સુધી બગાડી દે છે તેનું આ પરિવાર ઉદાહરણ હતું. ડ્રગ્સ જેવી આદત પાડીને વિક્રમે પોતાનાં અસ્તિત્વ ને જ ખોરવી દીધું હતું. પણ ખરાબ સમયમાં પણ તેણે પોતાની લખવાની ક્ષમતાને ઓઝલ ના થવા દઈ ને તે અંદર થી જીવિત રહી શક્યો હતો.


    આજે ફરીથી વિક્રમ પોતાનાં ક્રમ અનુસાર ડાયરી હાથમાં લીધી હતી. અને ત્યાં જ તેના હાથ ફરી થી ધ્રુજી રહ્યાં હતાં. ત્યારે સોનલે તેણે તે ના હાથ પર પોતાનો હાથ મૂકયો અને બન્ને સ્મિત સાથે બાળકોને આંગણ માં નિખિલ સાથે રમતાં નિહાળી રહ્યાં હતાં.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ