વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હસુકાકા ની ફિલોસોફી ભાગ-3

ભાગ 3


ભાગ 2 માં આપણે જોયું કે હસુકાકા બહાર જાય છે...જૈનમ નોકરીએ હોય છે... અને પાડોશી હંસાબેન ઘરે આવે છે...


……………………........….….......…....…..........................

હંસા બેન તો રણકયા - હે મધુભાભી... માણસ ને તો ઓલા સ્પેરવહીલ ની જેમ બીજી બાયડીનો વિચાર આવે,  પણ  આ બીજી વહુ નો વિચાર તો પેલી વાર સાંભળ્યો..હો... 

મારા ભાઈ ને કાઈ શરમ-બરમ છે કે નહીં.. એમણે જૈનમનો કાઈ વિચાર કર્યો છે કે નહીં..? અહીંયા અમારા કનું હાટુ એક નો ય મેળ નથી પડતો..... ચાર ચાર માનતાઓ પુરી કરી.. છતાં ખબર નહીં આ કનું ના બાપા એ કેવા કર્મો કર્યા હશે??... અને તમે બીજી વહુ ની વાત કરો છો.. મને લાગે છે એમના વિચારો સન્ની લિયોન જેવા થઈ ગયા છે..


મધુબેન- કોની જેવા???

હંસાબેન- રેવા દો.. રેવા દો.. તમને નહિ સમજાય... મારા ભાઈ આવે તો બોલાવજો... હું ય સમજાવીશ..

(એમ કરતાં કરતાં એ પોતાના ઘરે ગયા)


મધુબેન- તારું તો શેરીના કુતરાય નથી માનતા.. મારો ભાયડો ક્યાંથી માનવાનો છે.... (મનમાં બબડયા)

(કહેવાય છે ને કે અમુક લોકો ના પેટમાં વાત ટકાવવી એ તો જાણે દિગમ્બર સાધુ ને કપડાંનું મહત્વ સમજાવવા જેવું હોય છે..)


હંસાબેન તો મધુબેન ના ઘરે થી નીકળ્યા અને "તાજેતરમાં કાંદાના ભાવ જે ગતિ એ વધ્યા, એ ગતિએ આ વાતને હંસાબેને આખી ચાલીમાં  ફેલાવી દીધી...

☘️ ચાલી ના એક-એક બહેનો તો આ વાત સાંભળીને મધુબેન ના ઘરે એવી રીતે આવ્યા જાણે સાક્ષાત હસુકાકા સ્વર્ગે ન સિધાવ્યા હોય..? એક પછી એક આવતા જાય અને ખરખરો કરતા જાય... આવતા જાય અને ખરખરો કરતા જાય.. જાણે હસુકાકા ની હાજરી માં જ એના ખરખરા ની રિહર્ષલ ન કરી હોય એમ લાગ્યું... આ ખરખરા માં બસ એક વાત ની જ કમી હતી એ હતી... છાતી પીટવાની...


☘️ આ બાજુ મધુબેન  કહે.. કે આ હંસા ને તો ઓલા છાપા અને ટીવી ચેનલ માં નોકરી હોવી જોઈતી હતી... આ બકરીની લિંડી જેવી વાતને ભેંસના પોદળા જેવી વાત કેમ બનાવવી એ કોઈ હંસા પાસે થી શીખે...


☘️ હંસાબેન નો દીકરો કનું એ પણ લગ્ન માટે ઉમેદવારી ધરાવતો હતો.. એ તો એટલો પીઢ ઉમેદવાર હતો કે જો એકાદ બે વરસ માં એનું પાકુ ન કરવામાં આવે તો એને પાર્ટી તરફથી જ નિવૃત જાહેર કરી દેવામાં આવે.... અથવા એણે શરમના માર્યો પોતે જ નિવૃત્તિ જાહેર કરવી પડે..  પણ એની રહેણી-કહેણી અને ચાલ-ચલગત જોઈને કોઈ એની સામે ફોર્મ જ નહતું ભરતું.. 

☘️ કનું કોથળીજ્યારે હોય ત્યારે કેપ્રી અને ગંજી માં જ દર્શન દેતો હોય... આખા શરીરના વાળ કાઢીને જાણે છાતીએ લગાવ્યા હોય એમ લાગતું હતું...  આપણને એમ થાય કે કનું ન્હાય છે કે નહીં?? દાઢી જોવોતો જાણે સુગરીનો માળો... કેપ્રીના નાળા ને જાણે અંદર ફાવતું જ ન હોય અને એને હવા ઉજાસ જોતું હોય એમ બહાર જ આંટા માર્યા કરતું... હંસાબેન ના કનું નું હુલામણું નામ હતું "કનું કોથળી".. ચોવીસે કલાક "મારો બટો" સ્વર્ગમાં જ બિરાજતો હોય.. (નશા મા જ રહેતો હોય)


☘️ કનુ ને આ વાત બજારમાંથી જાણવા મળી અને એને તો હસુકાકા ના વિચારો પર ભારોભાર માન ઉપજ્યું.. વાહ.. એ કહે... બાપ હોય તો આવો... કાદરખાન ને ય પાછો પાડે હો... કાશ હસુકાકા મારા પિતા હોત, તો હું આજે "છતાં વરસાદે સુકે સૂકો" ન હોત. કનુ તો ઉપર આકાશ સામે જોઇને એટલું બોલ્યો કે "હે ભગવાન! આવતા ભવ માં મને હસુકાકા ના ઘરે જન્મ આપજે"...  અહીંયા તો ખાલી છોકરી જોવા જઈએ તોય કેટકેટલા વિઘ્નો આવે છે.. એમ કરીને કનું એ ઘર તરફ હળવા પગે પ્રયાણ કર્યું...

☘️ જતા જતા વિચાર્યું કે લાવો જૈનમ ને અભિનંદન તો  પાઠવીએ.. એટલે એણે એના બાપદાદા વખત નો જૂનો મોબાઈલ કેપ્રી ના પાછળના ફાટેલા અને કોતરાયેલા ખિસ્સા માંથી કાઢીને મોબાઈલ માં જૈનમ નો નમ્બર ગોતતો હતો, એટલામાં જ... બગીચામાં ભિખારી જેમ આરામ થી સૂતો હોય એમ રસ્તા પર કાળું કૂતરું સુતું હતું....  અને કનું નું ધ્યાન ન ગયું.. તો કનું ધડિંગ કરતો એ કૂતરા ની ઉપર પડ્યો...

☘️ કૂતરા ની ઉપર પડતા જ કૂતરું.. વાવ... વાવ... વાવ... વાવ.. કરતું ભોકતું ભોકતું ઊંઘી પૂંછડીએ ભાગ્યું..

☘️કનું કોથળી પડ્યો એટલે જાણે કનું એ એના બાપા ની દાઝ એ કાળા કૂતરા ઉપર ઉતારી હોય એમ પાટુ મારીને બોલ્યો... "તારા બાપ ને બાવા લઈ જાય.." "અહીંયા વિઘ્નો ઓછા છે કે તું ય મારા રસ્તામાં વિઘ્ન બનવા આવ્યો..." આટલું મન માં ને મન માં બબડતા કનું પોતાના ઘર તરફ એવી રીતે ચાલ્યો જેવી રીતે કાનખજૂરો ચાલે...


☘️ ઘરે ગયો એટલે એના પપા ને કહ્યું... કે પપા કાઈ સાંભળ્યું કે નહીં...

કનુ ના પપા નું નામ બાબુભાઇ... બાબુભાઇ ઉર્ફે "બાબુ બાટલી" ઈ બાટલી અને છોકરો કોથળી.. આચાર-વિચાર માં બે પેઢી વચ્ચે કાઈ ખાસ અંતર ન હતું....

"શુ છે?"... વડકા ભરતા બાબુ બાટલીએ  કનું ને પૂછ્યું...

જુવો આપણા હસુકાકા ને...

શુ જોવ.. જોયો તો છે.. એ ટોપા ને...

અરે એમ નહીં.. કાઈ ખબર પડી કે નહીં...

ના.. પણ થયું શુ એ તો કહે...


Piyushkumar "piyu"

​30.11.2019


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ