વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સહારો...

              કરમપુર નામનું એક મોટું ગામ હતું. જેવું ગામનું નામ તેવા જ ગામના લોકો પોતાના કર્મ પર ઢંકાયેલા. વસ્તી માત્રામાં બે-ચાર ખોરડા જ ધનથી ભરપૂર બાકીના લોકો અંત્યંત ગરીબ . ગામના સરપંચ ખુબ અમીર પણ પોતાની અમીરીનુ અભિમાન એની રગેરગમાં પોતાના પૈસાનું ધમંડ . સરપંચ હોવા છતાં ગામવાસીના દુઃખમાં સહભાગી થવાને બદલે, મદદ કરવાને બદલે તેમની પરિસ્થિતિનો મજાક ઉડાડે .

ગામવાસીઓ પણ ભુખ્યા પેટે સુઈ જવાનું પસંદ કરે પણ ગામના સરપંચને ત્યાં ભીખ માંગવા જાય નહીં.


     પાંચ વર્ષ વીત્યા આખા ગામમાં દુકાળ પડ્યો પોતાના બાળકના મોં માં કોળીયો દેતો બાપ આજે એ જ દીકરાના મોઢા માંથી કોળીયો છીનવીને ખાઈ એવી પરિસ્થિતિ ઉભી થઈ, પણ કહેવાયું છે કપાળમાં ઊગે વાળ તો જગનનાથ શેઠમા આવે બદલાવ.પોતે આખા ગામની સહાયતા  લુટીને બેઠા હતા. ગામના લોકો માટે જેટલી કપરી પરિસ્થિતિ હતી, શેઠ એટલા જ આનંદના દિવસો ભોગવતા હતા . પોતે ગામવાસીઓની મદદ કરી શકે એવા સક્ષમ હોવા છતાં પગ પર પગ ચઢાવીને બેઠા હતા.

        ગામમાં પહેલી વાર એક સભાનું આયોજન કરાયું ગામની વસ્તી વાળા લોકો ખુશ હતા કે ધણા વર્ષો વિત્યા બાદ આજે આવી પરિસ્થિતિમાં સાહેબ ટેકો આપશે પણ જયારે સભા શરૂ થઈ ત્યારે ખબર પડી આ તો ગામની વસતીના લોકોની જીવતે જીવત શોકસભા હતી.


એક પણ દુઃખની લાગણી વગર સરપંચ સાહેબ બોલે છે .........


"મને કહેતા ખુબ દુઃખ થાય છે ,પણ શું કરુ અત્યાર સુધી ગામમાં આ વિશે જરાક પણ જાણ નહોતી કે આપણા ગામની અડધી જમીન સરકાર હેઠળની છે તો જે લોકો એ વિસ્તારમાં પોતાના રહેણાંક હશે તેમને રાતોરાત આ જગ્યા ખાલી કરવી  પડશે કારણ કે આ જગ્યા પર  એક સરકારી ઓફિસ બનવાની છે તો એક પછી એક દસ્તાવેજ પર સહી-સિકકાનુ કામ પતાવો મારે ટાઈમ નથી"

    

"અરે સાહેબ પણ .... પણ અમે ક્યા જશું?"

​"સાહેબ બોવ નાના માણસો છીએ ખેતી અમારી માતા છે ને આજે તમે કહો કે ચાલ્યા જાય "

​"સાહેબ અમે....અમે મરી જઈશું અમને મદદ કરો "

​'જુઓ'

​​"હું આમાં કંઈ મદદ ન કરી શકું તમે તમારી વ્યવસ્થા કરી લો જય અંબે "

​"બટકું રોટલા માટે સૂરજ કે ચાંદાની પરવા કર્યા વગર કામ કરતા ગામ લોકો માથી આજે અડધી વસ્તીના લોકોએ પોતાનો આશરો ગુમાવ્યો હતો પણ કોઈકે સાચું કહ્યું છે મુશ્કેલી ભગવાન એ લોકોને જ આપે જે સત્યના માર્ગ પર ચાલતા હોય બાકી જે લોકોને અસત્યથી જ પ્રેમ હોય એ લોકો બીજાને મુશ્કેલી આપવા જ  જન્મ્યા હોય છે"




સાત વર્ષ બાદ :

     આખરે ભગવાનની દયાથી અને એ લોકોની કપરી મહેનતથી આજે સુખનો રોટલો ખાતા થઈ ગયા પણ એ લોકોને ખબર પડી કે એ જમીન સરકારની નહીં પણ જગનનાથ શેઠે અભણતાનો ફાયદો ઉઠાવી પોતાના નામે કરી લીધી હતી અને ત્યાં સોનાનો શો-રૂમ બનાવ્યો હતો . પણ ભગવાન જરૂર ન્યાય આપશે એ વિચારી તેઓ આ વાતને અવગણતા. સાત વર્ષની પોતાની અડગ પુરુષાર્થથી આજે પોતે સુખની ઊંધ સૂતાં હતા .

​           દિવાળીનો પર્વ હતો આજે સૌ પોતાના આનંદના દિવસોમાં પોતાની પોળમાં એક નાના હવનનું આયોજન કર્યું હતું. પોળમાં ગોમતીમા સૌથી વડીલ હોવાથી તેના હસ્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ભલે જગનનાથ શેઠની માફક એક સોનાનો શો-રૂમ નહોતો પણ લાખો રૂપિયા ખર્ચીને પણ ન મળી શકે એવો સંપ ને આનંદ જરૂર હતો હવન અડધું જ થયું હતું કે એક અઠારેક વર્ષની છોકરી  દોડીને એ તરફ આવતી હતી જાણે કોઈથી બચીને ભાગી રહી હોય એવું લાગતુ હતુ બધાના મનમાં એક પ્રશ્ર્ન ઉદભવે છે દિવાળીના તહેવારોમાં આવી રીતે આખરે તે છે કોન અંતે   એ આવીને ઊભી રહી અને પોળના લોકો સામે હાથ જોડીને કરગરવા લાગી

"​મહેરબાની કરીને મને છુપાવી દો એ...એ...લોકો મને પણ મારી નાખશે મને બચવી લો .."

​       પોળના લોકો ભલે પૈસેટકે મિડલ ક્લાસ હતા પણ એમનું મન વીઆઇપી લોકોથી પણ મોટું હતું .

​    ત્યાં ઊભેલા લોકોમાંથી એકાદ-બે લોકો બોલ્યા

​" પણ દીકરી તું છો કોન ને અહિયાં "

​"હા અને એ પણ દિવાળી જેવા પર્વ પર "

​" ને તૂં કોનાથી ભાગે છે કોન તને મારશે "

​       " હું બધું કહીશ પણ અત્યારે મને બચાવી લો "

​    ગોમતીમાં ના ઈશારો કરવાથી પેલી છોકરીને છુપાવી દેવામાં આવે છે ને ફરી અટકેલ હવન શરૂ કરવામાં આવે છે હજુ શ્લોકનું ઉચ્ચારણ થાય એ પહેલાં જ એક કાળા રંગનો બોલેરો આવીને ઊભો રહે શુટબુટ સાથે નીચે ઉતરેલ ખડતલ માણસ ચારેય બાજુ દૃષ્ટિ કરી ફરી બોલેરો બીજી પોળમાં જવા કહે છે

​    

​      દિવાળીના દિવસે આવું વાતાવરણ થોડું વિચિત્ર હતું પેલી છોકરીને કોઈ ભાળી ન જાય એટલે પોળના લોકો ગોમતીમાંના ઘરે ભેગા થયા અંદરથી આગરો ભીડી દીધો ને દીકરીને આશ્ર્વાસન આપતા કહ્યું

​   " ડરવાની કોઈ જરૂર નથી હવે કહે તૂં કોન છો ને...ને ક્યાંથી આવી છો ને આમ કોનાથી છુપાય છે "

​  પોતાની ગભરામણને શાંત કરી એ બોલી

​" તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ "

​     " હું ખ્યાતિ , મારા પપ્પા સોનાના વેપારી હતા જગનનાથ શેઠ ગયા મહિને જ મારી સગાઈ થઈ  પપ્પા અને મમ્મીના લીધે તેઓએ મારા ગમતા છોકરા સાથે જ મને લગ્નની હા પાડી પણ મારી ભુલ હતી એ છોકરો પ્રેમ તો કરતો હતો પણ મને નહીં પૈસાને  પપ્પા મમ્મીને જેવી આ વાતની જાણ થ‌ઈ એ લોકોએ મને ખુબ સમજાવી પણ મારી જિદ્દ સામે એમની એક ન ચાલી .પણ થોડા દિવસ પહેલા જ મમ્મી પપ્પાને ખબર પડી કે સૌરભ મને મારીને મારા નામની બધી જ જાયદાત પોતાના નામે કરી લેવા માગે છે કે તેઓ સગાઈ તોડવાનું કહેવા ગયા પણ કમનસીબે એ લોકોનું સૌરભે એક્સીડન્ટ નું બહાનું આપી પોલીસને પૈસા ખવડાવ્યા જેથી વાતની જાણ કોઈને ન થાય અને હવે એ મારી પાછળ પડ્યો છે મહેરબાની આપના સૌની તમે મને અહીં જગ્યા આપી"

​ગોમતીમાંની પોળના લોકો બડબડવા લાગ્યા

​"અરે એ શેઠ સાથે તો એ જ થવાનું હતું "

​"હા હા આખરે એ જગ્યા આપણી હતી "

​"બરોબર છે જેવું કર્યું એવું મળ્યું"

​ગોમતીમાં હાથ ઊચો કરતાની સાથે જ બધા શાંત થઈ જાય છે અને કહે છે

​"શાત થ‌ઈ જાવ જો આપણે પણ એવું કરીએ તો એમના અને આપણામાં શું ફેર "

​            દીકરી તું વિચારતી હશે  કે આ લોકો તારા પિતા વિશે આવું કેમ કહે છે તો સાંભળ એ જમીન અમારી‌ હતી  ખુબ સંપ હતો ગામનો પણ સરપંચના દગાને કારણે સરકારની જમીન છે એવું કહી અમારી અભણતાનો ફાયદો ઉપાડીને એ જમીન પોતાના કબજે કરી લીધી અમે બેઘર બની ગયા પણ કયારેય ખોટો રૂપિયો કોઈને પચતો નથી આજે તું પણ સાક્ષી છેઅને એ સરપંચ એટલે તારા પિતા જગનનાથ શેઠ .

​         "પણ હવે મારું ..... મારુતો કોઈ જ નથી રહ્યું જો હું બહાર નીકળી તો એ લોકો મને પણ મારી નાખશે ને હવે તો મારી પાસે તમારા સાથ સિવાય કશું નથી "

​  બસ આટલું બોલતાની સાથે ખ્યાતિની આંખોમાં પાણી વહેવા લાગે છે

​        " અરે , તું રડે છે કેમ અમે છીએ તારો પરિવાર તને કોઈ જાતની તકલીફ નહીં પડવા દ‌ઈ ."

​હા...હા.....સાચી વાત

​ગોમતીમાં પોતાના ભુતકાળની યાદમાં ખોવાઈ ગયા હોય એમ કહે છે

​    " એક દુર્ધટનામાં મારા દીકરો ને વહુનું મૃત્યુ થયું એની દીકરી તારા જેવી જ હતી મારી સાથે રહેતી પણ જયારે બેઘર  બન્યા ત્યારે પોતાનાથી આ દુઃખી ડોશીનુ દુઃખ જોવાયુ નહીં ,પોતે મારા પર ભાર છે એવું એને લાગતું હતું તેથી , પોતે આપઘાત કરી લીધો પોતે મારા પર બોજ છે એવું સમજતી હતી પણ એ મારો સહારો હતી લાગે છે ઇશ્વરે આજે બીજી દીકરી આપી મને "

​           ભલે જગન્નાથ શેઠ‌એ એ લોકોને ખુબ હેરાન કર્યા ,પણ આજે તેમના મર્યા પછી એ જ લોકોએ એમની દીકરીને પોતાની દીકરી સમજી સહારો આપ્યો . ખ્યાતિને પરિવાર મળી ગયો અને ગોમતમા ને ખ્યાતિનો સથવારો ...... સહારો.












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ