વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ન્યાય

(માઈક્રોફિકશન)

- હરિ પટેલ

  “બળાત્કારીને ફાંસી આપો, પીડિતાને ન્યાય આપો” – ના બેનર સાથે સૂત્રોચ્ચાર અને ન્યાયની માંગણી કરતા ઉગ્ર દેખાવકારોએ  શહેરના જાહેર ચારરસ્તા પર મુખ્યમંત્રીનું પૂતળાદહન કર્યું...”

   ઘટનાના પડઘા સત્તાધિશોના બહેરા કાને અથડાયા !

   બીજા દિવસના છાપાના ફ્રન્ટ પેજ પર મુખ્યમંત્રીનું એ ઘટના અંગેનું સ્ટેટમેન્ટ છપાયું : “...મહિલા પર થયેલા દુષ્કર્મની તપાસ અર્થે એક ઉચ્ચ કક્ષાની કમિટીની રચના કરાઇ છે...ઘટનામાં સામેલ તમામ દોષીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. એક પણ ચમરબંધીને છોડવામાં નહિ આવે...”

   એજ છાપાના અંદરના પેજ પરના એક ખૂણે આ પણ સમાચાર હતા: “દુષ્કર્મના કેસમાં પેરોલ પર છૂટેલા લંપટ નેતાએ વધુ એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું...”

***

© Hari Patel 

58, Balaji Green Garden City,

Talod, Sabarkantha -383215

Mo. 9998237934    




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ