વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જિદ્દ

      આર્યન શાળાએથી આવ્યા બાદ નિરાશ થઈ ખુણામાં બેઠો હતો . મમ્મીથી રહેવાયું  નહીં એ પણ ખુણામાં બેસી પ્રેમથી માથા પર હાથ ફેરવવા લાગી અને કહ્યું "મારા દીકરાને શું થયું ?"

   

  "ક‌ઈ નહીં મમ્મી મારે પણ મારા ફ્રેન્ડ સાથે ફરવા જાવુ છે મમ્મી ખાલી આઠ સો રૂપિયા જવા દે ને ....."

​" પણ...... હુ તારા પપ્પા સાથે વાત કરી પછી તને કહું "

​"તો તું રહેવા જ દે એ ક્યારેય હા જ નહીં પાડે એમ પણ એનાથી મારી ખુશી જોવાતી જ નથી "

"​અરે દીકરા એમ શું કામ કહેશ એ તારા પપ્પા છે "

​"પપ્પા......???તૂં રહેવા દે "

​"તું પણ સમજે છે કે આપણી પરિસ્થિતિ એટલી સારી નથી કે ...કે..તને આઠ સો રૂપિયા આપીને ફરવા જવા દ‌ઈએ."

​(આયૅન ગુસ્સે થ‌ઈને બહાર ચાલ્યો જાય છે )

​     રાતે બધા જમવા બેઠા હોય ત્યારે આયૅન વારેવારે પોતાના પપ્પાની સામું જોઈ રહયો હોય છે તે જોઈને આયૅન ધીમા અવાજે કહે છે ...

"​પપ્પા ,  અમારી શાળામાંથી ફરવા લ‌ઈ જાય છે તો મારે પણ જવુ છે "

​"એમ પણ કેટલા રૂપિયા "

​"પપ્પા આઠ સો રૂપિયા જ છે છે "

​"ઓહહ આઠ સો રૂપિયા દીકરા તું પછી ક્યારેક ચાલ્યો જજે જ્યારે આપણી આર્થિક પરિસ્થિતિ સારી થઈ જાય ત્યારે અત્યારે આઠ સો રૂપિયા તો ......"

​"તમારે દર વખતે એમ જ હોય બધા જાય છે મારા સિવાય ને લાગે છે ક્યારેય આ ઝુપડીની બહાર પણ નહીં નીકળી શકું"

​     આમ  પોતાના પપ્પાને ખુબ કડવા વેણ કહી થાળી  પછાડી પોતે સુઈ ગયો .

​     બીજે દિવસે જ્યારે પોતે શાળાએ પહોંચ્યો ત્યારે એના બધા મિત્રો ખુબ ખુશ હતા અને સેમ કલરના કપડાં પહેરવાની વાતો કરતા હતા .આયૅનને આવયો જોઈ બધા પુછવા લાગ્યા  "તું પણ આવે છે ને , ચાલને ખુબ ‌આનંદ કરીશું "

​    આયૅનને ક‌ઈ જવાબ ન આપતા તેના મિત્રો ફરી વાતો કરવા લાગ્યા આખો દિવસ આયૅને પોતાના પપ્પા અને પોતાના નસીબને ખુબ ગાળો આપી.

​       

​       આખરે પછીના દિવસે સવારે નાસ્તો કરવા બેસેલ આયૅનને પપ્પાએ આઠ સો રુપિયા આપ્યા અને કહ્યું જા આજે જ શાળામાં જમા કરાવી દેજે .

​           આયૅન ખુશ થતો પોતાની શાળા તરફ આગળ વધ્યો અડધે રસ્તે યાદ આવ્યું કે ખુશીમાં ને ખુશીમાં એ પોતાનું ટીફીન તો ધરે જ ભુલી ગયો હતો . પણ પોતે પહેલા શાળાએ જ‌ઈ પૈસા જમા કરાવી પછી ઘરે જવાનું વિચાર્યું .

​       પૈસા જમા કરાવી ધર તરફ આવ્યો પોતાની સાઈકલ દિવાલના સહારે ઊભી રાખી દરવાજો ખુલ્લો જોયો પપ્પા અને મમ્મીને વાતો કરતા  પોતે પણ એમની વાતો છુપાઇને સાંભળવા લાગયો .

​"તમે આ આઠ સો રૂપિયા કેવી રીતે ?"

​"અરે તું મુકને જેમ મળ્યા એમ‌ લાવ્યો "

​"અને ...અને તમારા હાથમાં ઘડિયાળ હતી એ ક્યા ..?"

​"ખબર નહીં પડી હશે અહિયાં ક્યાંક જ "

​" કેમ ખોટું બોલો છો કહી દો ને કે આઠ સો રૂપિયા તમે તમારી ઘડિયાળ વેચીને આપ્યા "

​" હા તો શું થયું "

​"પણ ઘડિયાળ વહેંચવાની જરૂર શું હતી. "

​" અરે માન્યું પપ્પાની આખરી નિશાની હતી પણ સમયને સંજોગ એવા હતા કે વહેચવી પડી "

​             દરવાજે ઉભેલા આયૅને આટલી વાતો સાંભળતા જ  પોતે  ટીફીન લીધા વગર પોતાના આંખમાં આંસું લુછતો શાળાએ ગયો .

​                             બીજા દિવસે સવારે વહેલા ઘરેથી નીકળી ગયો પણ દોઢ કલાક પછી એ ફરી ઘરે આવ્યો.

​"અરે દિકરા તું તો આજે તારા મિત્રો સાથે જવાનો હતો તો અત્યારે અહિયાં કેમ"

​"હા .... તું અહિયાં અને  પૈસા પણ આપ્યા હતા તો શું થયું "​

​"પપ્પા મમ્મી હું ...... હું ફરવા નથી ગયો ,

​" અરે કેમ "

​" દાદાની છેલ્લી નિશાની વહેચીને હું આનંદ ક્યારેય ન માણી શકુ."

​પોતાના પપ્પાનો હાથ આગળ કરી કહ્યું

​" આ રહી તમારી ઘડિયાળ પપ્પા "

​" તમારો હાથ આ ઘડિયાળ વગર નથી સારો લાગતો"

​"પપ્પા - મમ્મી હવે ક્યારેય ખોટી જિદ્દ નહીં કરુ"

"જોયું આજે આપણો દીકરો મોટો થ‌ઈ ગયો"

     




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ