વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લિપસ્ટિક

હું એની લિપસ્ટિક નો દિવાનો થઈ ગયો,

જાણે સ્પર્શ કર્યે એને જમાનો થઈ ગયો..


લિપસ્ટિક ના રંગો ની જેમ નિખર્યા કરે છે એ,

જાણે એના હેત માં ડૂબી મસ્તાનો થઈ ગયો..


શુ જબરા નસીબ હશે એની લિપસ્ટિકના,

એ વિચારી મારો અડધે રસ્તે જ વિસામો થઈ ગયો..


લાગી હશે કોક ની દુઆ એના લિપસ્ટિક ને,

કઈ અમસ્તા જ નહીં આટલો મોટો ફસાનો થઈ ગયો..


નીરખું છું હું વારે વારે એના હોઠોની તિરાડો ને,

લાગે છે આ ભવ મા હું એનો સથવારો થઈ ગયો...


પીયૂષકુમાર... "પીયૂ"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ