વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડિગ્રી


ઘણા હર્ષ અને ખુલ્લા હાસ્ય સાથે હું ઘરમાં પ્રવેશ્યો.

દાદાજી હિંડોળે બેસી છાપું વાચી રહ્યા હતા. એમને પાછળથી જ મેં ગળામાં હાથ વીંટાળીને બીજા હાથમાં રહેલું ડિગ્રી સર્ટિફિકેટ તેમની સામે ધર્યું.


દાદાજી જ્યારે ખુશ થતા ત્યારે અચૂક બોલતા એજ ઢબે હિંદીમાં બાલ્યા, 'આ ગયા મેરા શેર શિકાર કરકે'. અને વધારામાં ઉમેર્યું, 'ઈસ બાર તો ડિગ્રી કા શિકાર કિયા હે'.


દાદીમાં બાજૂમાં ખુરશી પર બેસી શાક સમારતાજ બોલ્યા, 'હા, હવે તમારા શેરને નિરાત્ય, આ આખી આખી રાત્યુના ઉજાગરા 'ને કડાકૂટ મટશે હવે'.


દાદાજી કુત્રીમ ગુસ્સાથી "દેવકુ, તું તો ગધ્ધડ જ રહી, અલી ડિગ્રી મળ્યા પછી અભ્યાસમાં વધારે જોર આવવું જોઈએ. આ ડિગ્રી એટલે લાઈસંસની જેમ, લાઈસંસ મળે પછી ડ્રાઈવર ગાડી ચલાવવાનું બંધ કરે છે કે? એવું જ આ છે". હવે આપણા શેરુની સંશોધનની ગાડી કેવી ભાગે છે એ જોવાનું.


(શાળાની દુનિયામાં એક પણ ડિગ્રી ન મેળવનાર દાદાજી વિશ્વની બધી ડિગ્રીઓ અક્ષરશઃ ઘોળીને પી ગયા હતા.)


(આજ સુધીમાં ડોક્ટરેટની ડિગ્રી માટે આવો પ્રસ્પેક્ટિવ યુનિવર્સિટીના એકેય વિદ્ધાન પ્રધ્યાપક સુધ્ધાં આપી શક્યા નહીં તેનો રંજ છે)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ