વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હજીપણ ક્યાં સુધી...

..... " ગઝલ ".....


હજીપણ ક્યાં સુધી આવી જ અક્કડ રાખશો,

હ્રદયને ખોલવા શું પાના-પક્કડ રાખશો


રહો છો દોડતા કાયમ ઉતાવળમાં ઘણા,

તમે શું મૃત્યુ વખતે આવી તક્કડ રાખશો


નયનથી સાવ વિપરીત છે છટા અંદાજની,

વલણ શું કાયમી આવું જ જક્કડ રાખશો


અમારી આ ગઝલ તોફાન થઈને આવશે,

તમે શું પૂર સામે હાથ લક્કડ રાખશો


પરણવાની ઉંમર પૂરી થવા આવી હવે,

મને ગુમનામ શું સાચે જ ફક્કડ રાખશો.


-ગુમનામ વઢિયારી

  કલ્પેશ રામાનુજ

  ગામ-રાફુ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ