વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આપો

આપો  

એનો અડધો ભાર ઓછો થશે, બસ હાથ આપો,

સારા કામમાં વિચારશો નહીં, બસ સાથ આપો.

 

દરેક માણસ એનો ભૂખ્યો છે, બસ પ્યાર આપો,

તન હોય કે મન માંદું જો, બસ સારવાર આપો.

 

છે પાસે ઘણું તો જરૂરતમંદને, બસ દાન આપો,

ધન-સંપત્તિ સદા કામના નહીં, બસ જ્ઞાન આપો.

 

ગુસ્સાથી વાત બને નહીં કદી, બસ ગુલાબ આપો,

કામ સારું કરે છે જગમાં એને, બસ ખિતાબ આપો.

 -રાકેશ ઠક્કર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ