વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્યાં જાવ છું?



કોણે ખબર હું ક્યાં જાવ છું?



બની ક્યારેક ભૂમિ રળિયામણી,

આભને ઊંચે અડવા જાવ   છું.


ક્યારેક  બની  એકાકી  તારો  ગયણનો,

ઈચ્છાઓની પૂરતી માટે ખરવા જાવ છું.


બની   ક્યારેક  હવા   અલ્લડ,  આવારા,

શ્વાસો વચ્ચેની જગ્યાઓ પુરવા જાવ છું.


ક્યારેક  બની  કોઈ  દીવડો  નાનકડો,

અંધકાર સામે ક્ષણિક લડવા જાવ છું.


બની ક્યારેક મીણની મૂરત  નાજુક,

આગની ભીતર ઓગળવા જાવ છું!


ક્યારેક બની હું અંત  ભૂતકાળનો,

વર્તમાનને બાથમાં ભરવા જાવ છું.


બની  ક્યારેક  ઢળતી  પીળી   સંધ્યા,

અંધકારની ઓઢણી ઓઢવા જાવ છું!


ક્યારેક  બની  હું અરીસો આભાસી,

જાતને જ મારી ઓળખવા જાવ છું!



કોણે ખબર હું ક્યાં જાવ છું?

















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ