વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વૃધ્ધ



૧)

હણહણાટી

ભીતરે સંભળાય

ઘરડા કાન.



૨)

શિખરે ચડી

સૂર્યને પડકારે

વૃધ્ધ અવાજ.



૩)

પવન વેગે

મિથ્યા દોડ્યા કરતો

વૃધ્ધ તોખાર.



૪)

વૃધ્ધ નજર

અજવાળા બોલાવે

ખીણ વચાળે.



૫)

સૂર્ય વગર

અંધારની ઉજાણી

વૃધ્ધ નયન.



૬)

વૃધ્ધ સાંભળે

ચુપકીદી વનની

વિના કારણ.



૭)

સવાર થયો

ઘોડા ઉપર વૃધ્ધ

લાકડી રૂએ.




@ ગુરુદેવ પ્રજાપતિ ' ફોરમ '

રામજી મંદિરની બાજુમાં,

જૂના બજાર - કરજણ

મો.પો.તા. - કરજણ

જી. - વડોદરા - ૩૯૧૨૪૦

મો. - ૯૪૨૬૭૭૯૫૯૩

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ