વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગીત મધુરા ગાઓ...

{20}  રચના  :-  ગીત મધુરા ગાઓ...


-----------------------------( ગીત )----------------------------


     લીલી-લીલી કૂંપળ ફૂટી ઢોલ હવે વગડાવો,

     ગીત મધુરા ગાઓ,કવિઓ ગીત મધુરા ગાઓ

     શ્રાવણ ગાજ્યો,શ્રાવણ વરસ્યો

                                 કલમ તમે વરસાવો,

    ગીત મધુરા ગાઓ, કવિઓ ગીત મધુરા ગાઓ


               મધમધતા ફૂલોની શાખે,

             કાળી કાળી ભમ્મર આંખે,

               ધગધગતી ધૂણીની રાખે,

               ગાંડી  ઘેલી  માની કાંખે,

                કોઈ નવા પંખીની પાંખે,

                ભાવ  નવા  પ્રગટાવો....

              ગીત મધુરા ગાઓ કવિઓ...


               વાદળ ટકરાયાની વાતે,

             મેઘલી પુનમ ચાંદની રાતે,

             મખમલના તોરણની ભાતે,

              પરભવના  પ્રેમીને ખાતે,

              વાણીના  વંશજને નાતે,

               શબદ બ્રહ્મ સમજાવો...

              ગીત મધુરા ગાઓ કવિઓ...


                      - ગુમનામ વઢિયારી

                         કલ્પેશ રામાનુજ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ