વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેટલાક હાઇકુ

હાઇકુ

*

સૂર્ય વગર

અંધારની ઉજાણી

વૃધ્ધ નયન.

*

પવનવેગે

મિથ્યા દોડ્યા કરતો

વૃધ્ધ તોખાર.

*

ગોરી હથેળી

 ખરબચડી ભીંત

વ્હાલ વરસે.

*

બારણું ખૂલ્યું

ઉંબરો ઓળંગતું

નાજુક સ્મિત.

*

ખરતો તારો

આકાશ ઝળહળ

શાશ્વત સુખ .

*

સાવ નિર્જન

ઘરની બારસાખ

લીલું તોરણ.

*

ટૂંટીયું વાળી

આખું નગર માણે

ગાઢ નિંદર.

*

રજાઇ ઓઢી

બે હૈયા ધક ધક

શિયાળુ રાત.

*

ગામ પ્રવેશું

વ્હાલ વરસાવતું

ખેતર બાઝે.

*

ઉંબરે આવી

'હું તમારું તોરણ'

ચીં ચીં ચકલી.

*

સાંજનો ખૂણો

વરસાદ વગર

કોરોધાકોર.

*

નિર્જનપથ

યુગોથી ચાલ્યા કરે

એકલપંડે .

*

હાંફતા ફરે

સાત સફેદ ઘોડા

છબીમાં કેદ.

*

પોષી પૂનમ

વગડો ગાંડોતૂર

ચાંદની કાજે.

*

આકાશી વીજ

સુખનું સરનામું

ક્ષણ પૂરતું.

*

પૂનમ રાત

ચાંદનીમાં નહાય

આખો વગડો.

*

રસ્તાઓ કાપી

ઘર પહોંચ્યા , ગામ

જાકારો દેતું.

*

બે ટંક, પેટ

માટે વેઠ, ભટકે

લાચાર લાશ.

*

હદય બાળી

માનવી ભટકતો

વતન પ્રેમ.

*

લીલેરું ધાસ

માદક વરસાદ

યુગલ મૌન .

*

ધાન સળગે

આગ વિહોણા ચૂલે

હાંડલી ભૂખી.

*

આવકારો દે

વિશ્વાસુ દરવાજો

ધાડપાડુને .

*

માસ્ક લગાવી

માણસાઇ હણાઇ

માનવ શૂન્ય.

*

ચંદ્ર ઉજાસે

ઘનઘોર દીસતી

પૂનમ રાત.

*

રાત-દિવસ

દિશાઓ ગભરાય

લોક ડાઉન.

*

હૃદય પાર

બાણશૈયા વીંધાઈ

ભીષ્મ મરણ.

*

કુહાડી વીંઝે

કઠિયારો,જંગલ

આખું અવાક્.

*

સજળ આંખ

ટોપલો ભરી બોજ

વતન વાટ.

*

સૂર્ય કિરણ

જળ છેદી ઉતરે

લીલ હૃદયે.

*

રડતી આંખે

દિવસભર ચાલે

મૌન સંવાદ.

*

અડધી રાતે

ઝબકીને જાગતા

ઘરડા સ્વપ્નો.

*

શિશુ વિહોણી

વડવાઈ ઝૂલતી

ઝાડ થી ઝાડ.

*

વૃક્ષ હેઠળ

ચર્ચા થઈ રહી છે

બુઢ્ઢા પર્ણો ની.

*

તડકો હાંફે

કાળઝાળ ગરમી

છાંયડા વિના.

*

કાળી ભમ્મર

રાત, ફગફગતું

ફાનસ રૂએ.

*

વૃધ્ધ સાંભળે

ચુપકીદી વનની

વિના કારણ.


@ ગુરુદેવ પ્રજાપતિ ' ફોરમ '

રામજી મંદિરની બાજુમાં,

જૂના બજાર - કરજણ

મુ.પો.તા. - કરજણ

જી. - વડોદરા ( ગુજરાત )

પિન. - 391240

મો. - 9426779593

ઇ મેઇલ - poetguru84@gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ