વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારું જીવન ઘડતર તમારાથી

મારું જીવન ઘડતર તમારાથી

તમે આખો આખો દિવસ મારાંથી વાતો નથી કરતાં;
પણ તમારી એક વાત પણ દિવસને ખુશનુમા બનાવી દે છે,

તમે આવીને મારા જીવનમાં તમારી સુગંધથી મારું જીવન મહેકાવ્યુ છે;
તમારી આજ મહેંક મારા જીવનમાં પશરાવતા રહેજો,

મને તમારા પ્રેમના અનરાધાર વરસાદમાં નથી નહાવું;
મને તો તમારા પ્રેમની નદીઓમાં તરવું છે, ઠુબવુ પણ છે,

તમે ભલે મારાં ઉપર ગુસ્સો કરો, ખીજાઓ, વાતન કરો;
પણ મને તમારા ગુસ્સાને પ્રેમમાં બદલાતા શીખવું છે,

તમે આવો અને મારાં પ્રેમની જીત અપાવી,
જીવનસાથી બની જીવનભર મારું ધડતર કરજો.

____________❤❤❤❤❤_____________


-પંક્તિ સોલગામા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ