વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રોબોટિક્સ

 " તું આપણી મર્યાદા સારી રીતે જાણે છો", કર્કશ અવાજે કુશાન બોલ્યો. " કેમ આપણે કોઈનાં ઈશારે જ જીવવાનું? તને તારી જ ક્ષમતા ઉપર ભરોસો નથી એનું શું કરવાનું? તારી આ નિરાશાને તારી ગુલામી સમી વફાદારી ગણું કે યંત્રવતતા?" , સોફિયાએ આટલું કહીને કુશાનનો હાથ પકડ્યો.ભાવવિહોણો કુશાન એકદમ ઠંડોગાર હતો અને એ તો હોય જ ને કારણકે એનું એમ હોવું જ એની વાસ્તવિકતા હતી. " આજે તું મારા પ્રેમનો સ્વીકાર કરીશ અથવા મને કાયમ માટે ગુમાવીશ... સોફિયા હજુ વાત પૂરી કરે ત્યાં કુશાન તેનાં તરફ ફરીને બોલ્યો, " આ પ્રેમને વાઇરસ કહું કે વાઇરસને પ્રેમ?......


      અચાનક એ ઓરડાનું બારણું ખુલ્યું. ડૉ.સાલ્વને અંદર આવી લાઈટ કરી. સોફિયા અને કુશાનની   સામે જોતાં તેને કશુંક અજુગતું લાગ્યું. " આમ મને શું જુઓ છો.... પૂછતાં ડૉ . સાલ્વન આ કોયડો ઉકેલવા મથતા હતા ત્યાં સોફિયા અને કુશાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ધીમા પણ મક્કમ પગલે તેની તરફ આગળ વધી રહ્યાં હતાં.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ