વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તહેવારોનો દેશ


"આપણો દેશ કેટલો મહાન છે ! કેવાં એક પછી એક સુંદર તહેવારો આવ્યાં જ કરે . હે ને મા?" 



" હા બેટા", માએ સાડીના પાલવથી પરસેવો લૂછતાં- લૂછતાં કહ્યું.



" નવલાં નોરતાં હજી પડઘાય છે ત્યાં તો આજે શરદપૂનમ આવી ગઈ અને આવતી કાલે જ જાણે હવે દિવાળી. મા તે બધાં માટે દૂધપૌઆ તૈયાર કરી નાખ્યાં છે ને?  



" હા, બેટા" , મા  રવિ માથે હાથ ફેરવતાં બોલી.



" હે મા, શરદપૂનમનું ખરું મહત્વ શું છે કહોને?"



" શું ખબર બેટા? હું કઈ ભણી થોડી છું", માની આંખમાં પણ પૂનમ ભરાણી.




" અને હમણાં આવશે પુરા મહિનાનું વેકેશન. આખો મહિનો રજા. વેકેશન વિશે કાંઈ કહોને મા?"



" ફેફસામાં શ્વાસ ભરી ચૂલામાં મૂકેલાં બળતણને ફૂંકણીથી જોરથી ફૂંક મારી હાંફતી મા એટલું જ બોલી શકી.....



કોને ખબર ?!..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ