વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાહેરાત


જાણે બેય આંખ અલગ- અલગ બે છાપા પર ખોડાઈ હતી. સુખડની ફ્રેમમાં સમાઈ ગયેલ શાંતિની સ્મૃતિઓ હજુ સળવળાટ કરતી હતી ત્યાં આ અજંપો! 


           શાંતિનાં ગયાં બાદ જો કંઈ જીવન જેવું હતું તો એ લાડલી ભૂમિ હતી. શાંતિનાં ગયા બાદ જીવવા માટે જે હિંમત એકઠી કરી હતી તે સઘળી જમણાં હાથના અંગૂઠામાં કેન્દ્રિત કરી ને સામે રહેલા સેલફોનમાં એક વિડીઓનાં પ્લેનાં આઈકોન પર આકાશભાઈએ તે વાપરી. આખોય ચોથો માળ આગની ઝપટે ચડી ભભૂકી રહેલો . એક પછી એક બાળકો ઉપરથી કૂદી રહ્યાં હતાં. અચાનક ગુલાબી ટી-શર્ટ પહેરેલી ફૂલ જેવી કોમળ દીકરી રાડ સાથે નીચેની તરફ પટકાઈ. વિડિઓમાંથી સંભળાતી રાડ કરતાં બહારની તરફથી નીકળેલ ચીસ મોટી હતી. 


     વળી નજર એક પીળા પડી ગયેલા છાપામાં લખાયેલ વર્ષો જુના અકસ્માતના સમાચાર પર પડી, શાંતિની તસવીર પર પડી અને ખોલવાની હિંમતનાં અભાવે પડી રહેલાં આજના છાપા પર સ્થિર થઈ. આંખમાંથી વહેલાં આંસુ સેલફોન પર પડતા વિડિઓ સહેજ ધૂંધળો થયો. સેલફોનને કમાન્ડ ન સમજાયો પણ સ્ક્રીન પર થોડી હલચલ થઈ. વિડીઓમાં લોકોનું ટોળું એમ ને એમ હાથમાં સેલફોન લઈને ઉભું હતું. અચાનક આકાશભાઈની નજર બીજા માળે રહેલ એક દુકાન પર મારેલ સાઈનબોર્ડ પર પડી. ત્યાં લખ્યું હતું.... Fire extinguisher.......નીચે ટેગ લાઈન હતી..



- Fire loss Can Never Be Replaced.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ