વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સોશિયલ મીડિયા

મોહનલાલની આંગળીઓ ખૂબ ઝડપથી વોટ્સએપનાં યંગ ફોર ઓલ્ડસ ગ્રુપનાં સભ્યોના લિસ્ટ પર ફરી રહી હતી. રિયા શર્માના નામ પર આવી તે અટકી. " ડુ યુ લાઈક ઓલ્ડસ?" સામે છેડેથી સીધો જ જવાબ આવ્યો..." વ્હેન વિલ વી મીટ?" મોહનલાલે ચકળ-વકળ ડોળા ફેરવતાં લખ્યું, " આર યુ અ મની સીકર?"


" નોપ, ધીસ ઇઝ અ હોબી. આઈ એમ અ ફનસીકર."


" ઓકે . લેટ્સ મીટ ટુ નાઈટ એટ રાજપેલેસ હોટેલ શાર્પ એટ ઈલેવન. આઈ વિલ બી ઇન રેડ શર્ટ એન્ડ બ્લેક પેન્ટ."


" આઈ વિલ બી ઇન પિંક ફ્રોક."


મોહનલાલે હોઠ પર જીભ ફેરવતાં બે- ચાર એડલ્ટ ફોટોઝ શેર કર્યા. સામા પક્ષે પણ એમ જ થયું. 


રાતે દસ વાગ્યે તેઓ ચૂપચાપ પથારીમાંથી ઊભાં થયાં. તેમને નીચેનાં માળેથી આવતો અવાજ સંભળાયો. બારી ખોલી નીચે જોયું તો તેમની દીકરી પિયા ડ્રાઈવરને કશુંક કહી રહી હતી. મોહનલાલે કાન માંડ્યો. રાજપેલેસ હોટેલ શબ્દ સાંભળતા જ તે ઝડપથી પોતાનો સેલફોન શોધવા લાગ્યા.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ