વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મન ભરીને

  શિયાળાની એ કડકડતી ઠંડીની રાત હતી , ભારત અને પાકિસ્તાનની લડાઈમાં ઈન્ડિયન આર્મી પાકિસ્તાન પર દારોગોળાથી અટેક કરવાના જ હતા કે અચાનક સ્વરાની આસપાસ ધ્રુજારી આવવા લાગે છે, મોસમની ઠંડીમાં ચાદર વીટોળીને બેઠી સ્વરા એક હાથથી આસપાસ પોતાનો મોબાઇલ શોધવા લાગે છે. મોબાઇલની સ્ક્રીન પર અંજલી નામ વાંચતા તે મોઢું બગાડીને કોલ ઉપાડે છે , અંજલી ક‌ઈ બોલે એ પહેલાં સ્વરા તેના પર મીઠો ગુસ્સો કરવા લાગે છે .


" અંજુ અત્યારે ક‌ઈ ટાઈમ છે કોલ કરવાનો રાતના અગિયાર વાગ્યા છે ,ઘડિયાળ તરફ નજર તો કર."


"અરેરે મેડમ કયું દેશભક્તિ ફિલ્મ આપ નીહાળી રહ્યા હતા ?"


" મા તુજે સલામ , પણ અત્યારે ક‌ઈ કામ હતું?"



" સારું વેહલી સમજી ગ‌ઈ , ચાલ આઈસ્ક્રીમ ખાવા ,હું ખવડાવીશ ચાલ  જ‌ઈએ! "


" ગાંડી થઇ ગ‌ઈ છો કે શું ?આટલી ઠંડીમાં તારે આઈસ્ક્રીમ ખાવો છે, એ પણ વેનિલા! "


અંજલી એ હસતાં હસતાં જવાબ આપે છે .


"હું એકટીવા  લ‌ઈને આવું તું બહાર ઊભી રેજે "


"પણ જાવું છે ક્યાં "


"ટપરી પર , ચા પીવા.  "


"અત્યારે કેમ "


" હા ટપોરી પણ આવે છે  "

       (ફરી અંજલીએ હસતા હસતા કહ્યું )


" તો સુશાંત પણ આવે છે એમ ને "


" કેટલા સવાલ પુછે છે ,ચાલ બહાર ઊભી રે, હું આવું છું બાય ."


"ઓકે બાય "


            સ્વરા મિડલ ક્લાસ પરિવારમાંથી હતી,  પોતાની મેડિકલની સ્ટડી એ અને અંજલી એક  કોલેજમાં કરતા હતા. જેથી તે અંજલીની ખાસ મિત્ર હતી.અમીર પરિવારમાં ઉછેર પામેલ અંજલીને પોતાની અમીરીનુ જરા પણ અભિમાન ન હતું , અંજલીનો પ્રેમી સુશાંત પણ એમબીબીએસનો અભ્યાસ કરતો હતો.રાત્રીના સમય દરમિયાન ધણી વાર અંજલી સુશાંતને મળવા જતી અને સ્વરાને પણ સાથે લઈ જતી .

           

      પૂનમની રાતમાં ચંદ્રમાંનુ આકર્ષક પણ ઓછું લાગતુ હતું ,જ્યારે સ્વરાનુ એ સ્વરૂપ જોઈએ . સ્વેટરના ખીસામાં હાથ નાખીને ઊભેલ સ્વરા વારે વારે મોબાઇલમાં જોતી હતી , ગુલમહોર  જેવો ચહેરો આજે કરમાયેલા ગુલાબ જેવો લાગતો હતો. જાણે પોતાને ક‌ઈક ચિંતા સતાવી રહી હોય .


     


       અંજલીને આવતી જોઈ .........


" યાર કેટલી વાર "


"સોરી સોરી લેટ થઇ ગયુ, ચાલ બેસ હવે "


  પોતાની રોજની આદતની માફક અંજલી સ્વરાની સાથે  પ્રેમ વિશેની ચર્ચા કરવા ક‌ઈ બોલે એ પહેલાં જ સ્વરા કહે છે .


" બસ આજે તારો આ લવ ડ્રામા મને ન સંભળાવતી પ્લીઝ "


"ઓહ મેડમ આ ઉંમરે  'એક તુમ હી હો ' નહિં ગાઉં તો શું ' સીતારામ'ની ધૂન ગાઉ  "

  

      અંજલી ધીમેથી ગુસ્સા સાથે હાસ્ય દર્શાવતા કહે છે .


" હું તારી આ પ્રેમની વાતમાં નથી માનતી એ ખાલી ફિલ્મોમાં જ સારૂં લાગે "


" હા ...હા... પણ આપણે દેશભક્તિમાથી નવરા થ‌ઈ તો બોલીવુડ મુવી જોઈને કેમ આર્મી લવર "


" તારી સાથે વાત કરવી જ બેકાર છે "


    આમ જ ખાટી -મીઠી વાતોના ગપ્પા મારતાં બંને ચાની ટપરી પર પહોચે છે .

        

         સુશાંત પણ ઠંડીમાં ધ્રુજતો ધ્રુજતો ચાની ચૂસકીઓ લેતો હતો.


   અંજલીને જોય તે અંજલીને ભેટી પડે છે .


"હાય સ્વરા "


"હાય , તમે બંને એકબીજાને મળીલો વાતો કરી લો હું હમણાં આવું."


"ઠીક છે "


    અંજલીનો હાથ ખેચીને સ્વરા પોતાના કોમળ સ્વરમાં કહે છે .



" યાર સ્પીડ કરજે,  જો એમ પણ લેટ થઇ ગયું છે "


" અરે હા ...હા.... તું એક કામ કર એકા'દ દેશભક્તિ ગીતો લગાવ તારી સાથે પેલા ચા વાળા કાકા પણ સાભળે "

     હસતા હસતા અંજલી કહે છે .


"અંજુ ???"


"અરે હમણા આવી "


    અંજલી અને સુશાંત ફુટપાથ પર બેઠા- બેઠા   વાતો કરતા હતા , અને ચાની ચૂસકી લેતાં હતાં .દર વખતેની જેમ આજે પણ સુશાંત અંજલી માટે અંજલીની ભાવતી ચોકલેટ લઇ આવ્યો .

          

            પણ બીજી બાજુ  સ્વરા પોતાના મોબાઈલમાં બીઝીય હતી .જાણે ક‌ઈક ચિંતા સતાવતી હોય એવું અંજુને લાગતું હતું ,પણ પોતે નિરાતે સ્વરા સાથે વાત કરી લેશે , એવું વિચારીને અંજુ ફરી પોતાની વાતોમાં ખોવાઈ ગઈ.


           ધણો સમય વીત્યા બાદ   ફુટપાથની પેલે પાર ઠંડીથી અકડાઈને બેઠેલી સ્વરા ખોખારો ખાતી કહે છે ,


"હવે બસ અંજુ કેટલું જોઈશ સુશાંતને , આટલું નીરખીને તો કોઈ  સાયન્સટીસ્ટ ટેસ્ટ ટ્યુબને પણ નહીં જોતા હોય બોવ લેટ થઇ ગયું છે "


     



" ઓહ સ્વરા ખબર જ ન પડી કે સુશાંત સાથે આટલો ટાઈમ કેમ પસાર થઈ ગયો ." 




"હા ,પણ મને બરોબર ખબર પડી આ કડકડતી ઠંડીમાં મરછરોએ બોવ ગીતો સંભળાવ્યા છે કાનમાં, હવે ચાલ જલ્દી મોડું થાય છે"




"સારૂં સુશાંત બાય, ટેક કેર ડિયર "


"બાય અંજુ મીસ યુ , બાય સ્વરા એન્ડ સોરી અમારી લીધે તારે પણ....સોરી ."



" ના ... ના ... "

બસ , હવે હું બરફ બની જાવ એ પહેલાં ચાલ "


" ઠીક છે ચાલો "


      


        વિચારોમાં ખોવાય ગયેલી સ્વરાને હળવાશ કરતા અંજુ પુછે છે ...


" સ્વરા આજે કેમ ટેન્શનમાં લાગે છે  ?"



"ના રે ક્યાં "


"ન કહેવું હોય તો ...."


" અરે ,યાર તું પણ શું  ,  ખબર નહીં આપણી જ કોલેજનુ કોઈ મને કોલ કરીને હેરાન કરે છે, હવે આ વાત કરીને હું તારું અને સુશાંતનુ મુડ ઓફ કરવા નહોતી માંગતી અને તું ટેન્શન ન લે હું જોઈ લ‌ઈશ ઓકે"



    ગાડી થોભાવી અંજુ પોતાનું હેલ્મેટ ઉતારી સ્વરાનો હાથ પકડી કહે છે...


" જો ક‌ઈ એવું થાય તો કોલ કરજે અને આના વિશે વધુ વિચાર ન  કરતી  ઓકે બાય..ગુડ ...નાઈટ ..."



  

" હા સારું સંભાળીને જજે ને મેસેજ કરી દેજે બાય"


           


       પોતાના નિત્યક્રમની માફક અંજુનો મેસેજ વાંચ્યા બાદ પોતે બારીની બહાર પસાર થતા વાહનો નીહાળતી હતી.કોલ કોન કરતું હશે ?, કેમ કરતું હશે ?આવા અગણિત પ્રશ્ર્નો એની એ રાતની ઊંધ ઉડાડીને બેઠા હતા .

    


    અચાનક ખુબ જોરથી આવતાં અવાજનાં કારણે પોતે ચોકી ને ધ્રુજી ઉઠે છે ,બારી બહાર જોતાં ખબર પડે છે કે કાર અને ટેમ્પોના અથડામણથી ખુબ મોટી ધટનાનુ નિરૂપણ થયું છે .પોતે તરત જ ઠંડીમાં ધ્રુજતી - ધ્રુજતી બહાર મદદ માટે નીકળે છે.


        કારને જોતા જ અંદાજ આવી જાય એમ હતો કે વાહનચાલકને ધણી ઈજા પહોંચી હશે.કારની અંદર બેઠેલ યુવાનના કપાળમાંથી લોહી નીકળતા જોઈ પોતે ખુબ ગભરાઈ જાય છે જો પોતે ઘરે બધાને ઉઠાડવા જાય તો એમાં ખુબ સમય પસાર થશે એવું વિચારી તરત એમ્બ્યુલન્સને કોલ લગાડે છે , લોહીનો પ્રવાહ રોકવા પોતાનો દુપટ્ટો  બાંધી દે છે , પેલા વ્યક્તિને જોતા જ એવું અનુમાન લગાવી શકાય કે પોતે સારા અમીર પરિવારમાંથી હશે પણ સ્વરા માટે પેલા વ્યક્તિનો જીવ બચાવવો પહેલા હતો.


              પરિવારના લોકોને જણાવવા માટે પોતે મેસેજ કરી દે છે.  દવાખાનાના બાંકડા પર બેઠેલી સ્વરા આજે ક‌ઈક જુદી જ લાગતી હતી .પહેલી વાર પોતે ઓળખવા ન છતા એ વ્યક્તિ માટેની ચિંતામાં પોતાની ચિંતા ભુલી જાય છે. જાણે પોતે એકબીજાને પહેલેથી જ ઓળખતા હોય .


    

"સ્વરા ......આર યુ ઓકે ને પહેલા વ્યક્તિને કેમ છે ?"


       સવારના ત્રણ વાગ્યે દોડીને આવેલી અંજુ હાંફતી હાંફતી સ્વરાને પુછે છે , પણ સ્વરા પોતે ખુબ ડરેલી હતી તેથી અંજુને ગળે વળગી રડવા લાગે છે , સ્વરાને આશ્ર્વાસન આપતી અંજુ સ્વરાને શાંત પડાવે છે .


"અરે સ્વરા રડે છે કેમ બધુ ઠીક થઈ જશે તુ રડ નહીં "



" અંજુ....પણ"



   પણ સ્વરા તો હજું ડોકટરના જવાબની જ રાહ જોતી હતી , આઈસીયુહોલની લાલ લાઈટ બંધ થતાં સ્વરાના ધબકારા પણ વધી રહ્યા છે ............




"અભિનંદન સમયસર સારવાર મળી રહેવાથી તેઓની તબિયત આરામ સાથે સારી થ‌ઈ જશે હોસ્પિટલની થોડી ફોરમાલીટીસ છે ,જે પુરી કરી દેજો "



"સ્વરા તું ઓળખે છે તેને "


       અંજુના આ શબ્દો સાંભળી ડોક્ટર ફરી એકવાર અંજુ અને સ્વરાની પાસે આવે છે અને કહે છે .


" સોરી, પણ શું તમે આ વ્યક્તિને નથી ઓળખતા ?"


"ના , ડોકટર સાહેબ"

  


"અરે આપણા શહેરના આઈ.પી.એસ ઓફિસર  વેદાંત પાઠક એમનો પુત્ર એટલે કે આર્મી ઓફિસર રાજ પાઠક"


" હા ,તો એ જાણીને અમારે શું કામ‌ .

      સાચુંને સ્વરા ?"


" અરે આ વ્યક્તિ બીજું કોઈ નહીં રાજ છે "


"ઓહ "

   

   આવા ઉદગારો અંજુના મુખમાંથી સરી પડે છે.


" સ્વરા , અંજુ તમે એમના પરિવારને જણાવી દેજો એ લોકો ચિંતા કરતા હશે "


"ઓકે ડોક્ટર સાહેબ "


        કાઉન્ટર પરથી અંજુ રાજનો મોબાઇલ લાવીને, તેના પરિવારના લોકોને આ વિશે જાણ કરે છે તથા ચિંતા ન કરે એવું પણ જણાવે છે .



   "સ્વરા આપણે હવે નીકળી કોલેજ પણ  છે ને , તું થોડો આરામ પણ કરી લે ચાલ ."



" અંજુ મારે એક વાર રાજને મળવું છે હું મળી આવું "



" ઠીક છે પણ ..... પણ તું રડ નહીં યાર"


         રાજ બેભાન અવસ્થામાં હતો અને તેને હોશ આવતા કલાક લાગે તેમ હતી ,તેથી સ્વરા તેને મળ્યા વિના જ ઘરે ચાલી જાય છે, કોલેજમાં પણ પોતે રાજ વિશે જ વિચારતી રહે છે .



પંદર દિવસ પછી •••••••

       સ્વરા કોલેજેથી આવી પોતાના રૂમમાં બેઠી હોય કે તેના મમ્મી તેની પાસે આવીને તેને એક કવર આપે છે ને કહે છે .

​      "થોડા દિવસો પહેલા જે વ્યક્તિનું અકસ્માત થયું હતું એ આવ્યા હતા , તારો ખુબ આભાર માન્યો અને તને મળવા પણ માગે છે બેટા ટાઈમ મળે ત્યારે તું મળી લેજે તેમને "




   સ્વરા એ કવર ખોલ્યું તો એમાં લખ્યું હતું ,


  

       ~THANK YOU~

        

      જો પેલા દિવસે તમે મને સમયસર હોસ્પિટલોમાં ન પહોંચાડ્યો હોત તો કદાચ આજે હું .....પણ હું અને મારો પરિવાર આપનો ખુબ આભારી છીએ . એક કોફી સાથે બેસીને પી શકું આપના સાથે ? મળીએ સ્માર્ટ કેફેમા .

​      ચિઠ્ઠી વાંચવા સાથે જ સ્વરા ખુબ આનંદમાં આવી જાય છે ,પોતે અંજુને પણ સાથે લઈ જાશે એવું વિચારીને અંજુને કોલ લગાડે છે .

​" હાય મેડમ અત્યારે કોલ શું કામ છે "

​"પેલો રાજ તું ઓળખે છે ને આજે એને મને કોફી માટે બોલાવી છે થેન્ક યુ કહેવા તું પણ ચાલને "

​ 

​"આજે  ? આજે તો હું અને સુશાંત મૂવી માટે જવાના છીએ ,પણ સારું હું તારી સાથે આવું છું "

​"અરે ના તમે લોકો જઈ આવો હું એકલી મળી આવીશ"

​"હા સારું બાય "

​    

​                   રાજને મળવા જવા માટે સ્વરા  પંદર ડ્રેસ બદલાવે છે અંતે પોતાનો મનગમતો બ્લેક કલરનો ડ્રેસ પહેરી પોતે કેફેમાં પહોચે છે .

​​


​            બ્લેક શર્ટને સ્કાય બ્લ્યુ જીન્સ હવામાં ફંગોળાતા વાળ ને ગોગલ્સ સાથે બેઠેલ ખડતલ માણસને જોઈ સ્વરા ટેબલ પાસે જ‌ઈ ઊભી રહે છે. એક વારમાં રાજ સ્વરને નીકળ્યા કરે જાણે પોતાની સામે કોઈ અપ્સરા હોય એવું રાજને લાગે .


"હાય , હું સ્વરા  "


" અરે હા હા પ્લીઝ બેસો "


"હા"


"પેલા દિવસે તમે મારા માટે જે કર્યું તેના માટે ખુબ આભાર ,(અટકતા) વેઈટર બે કોફી ."


"નહીં હું ચા લઈશ"


"સોરી મે તમને પુછ્યું જ નહીં ,એક કોફી અને એક ટી "


" આર્મી ઓફિસર ગ્રેટ "


"હા થોડા દિવસો માટે આવ્યો હતો "


"તમે શું કરો છો ?"


"તમે નહીં તું , હું મેડિકલ સ્ટુડન્ટ છું "


"ઓહકે , સિંગલ કે..."


"ના , હજું કોઈ મળ્યું નથી "


"ઓહહ મારી જેમ "


           ​


​           ધણી બધી વાતોના વિરામ બાદ અંતે રાજ‌એ સ્વરાના નંબર માગ્યા, સ્વરાએ પણ પોતાના નંબર રાજ સાથે શેર કર્યા અંતે રાજે મિત્રતા માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો અને એકબીજાના હાથ મીલાવ્યા.




​       

​      પછી તો શું સ્વરાની સાચી સફર શરૂ થઈ પ્રેમમાં પડવાની નહીં પ્રેમમાં ઉડવાની.

​​​        

​        સ્વરા રાજને ઘણી વાર કહેતી કે આપણા પ્રેમ પ્રકરણ વિશે આપણે ઘરે જણાવી દઈએ ,પણ રાજ કહેતો આપણી પાસે હજુ સમય છે અને હું પણ ક્યારેક જ આવું છું થોડા સમય બાદ કહી દ‌ઈશુ એમ પણ ઘરે તો હા જ છે .

​      

​      રાજના આ જવાબ પર સ્વરા હંમેશા કહેતી " પાક્કું આપણી પાસે સમય છે રાજ "

​          થોડા દિવસ બાદ અચાનક રાજને ડ્યુટી જોઈન કરવા માટે લેટર આવ્યો. મજબુરીના લીધે રાજને  જવું પડે છે.

​         રાજ વિના એકલતા અનુભવતી સ્વરા રાત્રે ટપરી પર ચા પીવા જાય છે ,ટપરી પરના કાકા આજે સ્વરાને આમ એકલી ગુમસુમ બેઠેલી જોય પુછે છે ,દિકરી કેમ આજે એકલી બેઠી છો , અને તારા મિત્રો ક્યા ?

​પણ સ્વરા બસ પોતાના વિચારોમાં જ પોરવાયેલી છે ,ચાના રૂપિયા આપી સ્વરા ટહેલતી - ટહેલતી ઘર તરફ ફરે છે ,રાતના એ અંધકારમાં સ્વરા ચંદ્રમા ની ઉપમા આપી શકાય એવો એનો ચહેરો ચમકતો હતો પણ ચહેરા પર કોઈ પણ ભાવ નહોતા .........

​              અંધકારમય રાત્રીના લગભગ સાડા બાર વાગ્યા હતા .ટપરીવાળા કાકા હવે પોતાનું કામ પતાવી ઘર તરફ જઈ રહ્યા હતા .અચાનક એ શાંત વાતાવરણમાં એક જોર જોરથી ચિસોનો અવાજ આવતા કાકા પાછા ફરે છે .કોઈ મદદ માટે પોકારતું હોય એવું લાગતાં કાકા થોડે દુર સુધી પોતાની નજર પસવારે છે .થોડે દૂર કોઈકને તરફડીયા મારતા જોઈ પોતે તેની પાસે જાય છે એના મો પર કોઈક જલજ પ્રવાહીને કારણે બળતરા થતી જોવે છે એ બીજું કોઈ નહીં સ્વરા જ હતી .

​ઘણા સમયથી સ્વરાને  મોબાઇલ પર આવતા કોલ અને ધમકીથી ભરેલા એસએમએસનો આજે મોટો ખુલાસો હતો.પોતે ડરથી છુપાવેલી આ વાતનીસજા  પોતાના મો પર પડેલ એ ભયાનક એસિડથી ભોગવી પડી.

​ડોક્ટરના કહ્યા મુજબ સ્વરા ઓપરેશન વિના ક્યારેય પોતાનો પહેલો ચહેરો નહીં મેળવી શકે.રજાના દિવસોમાં રાજ શહેર પાછો ફરે અઢળક ફોન કોલ્સ ને મેસેજ બાદ રાજ પોતે સ્વરાને મળવા તેની ધરે જાય છે .શહેરના આઈપીએસનો દીકરો હોવાથી સ્વરાના પરિવારના લોકો પણ તેને ઓળખતા હતાં.

​સ્વરાએ પોતાના ચહેરાના કારણે પોતાની મેડીકલની સ્ટડી પણ છોડી દીધી .પોતે મિડલ ક્લાસ પરિવારમાંથી હોવાથી કેસ કે કમ્પલેન કરવાથી કશું ફાયદો નહીં થાય , વધુમાં જો એની નાની બહેન સાથે પણ આવું થશે તો ? એવું વિચારી પોતે ઘરમાં  બેસી રહેવાનું પસંદ કર્યું.

​અંજુના કહેવા છતાં સ્વરા ન તો ટપરી પર ચા પીવા આવતી કે ન તો કોઈ સાથે વધુ વાત કરતી .બસ એની બારીની બહાર જોયા કરતી .હવે જો કોઈ સ્વરાની આ સ્થિતિ ઠીક કરી શકે તો એ માત્રને માત્ર રાજ જ હતો.

​બારીની બહાર પોતાની નજર પસવારતી સ્વરાની આંખો રાજ દબાવી દે છે ,પણ દર વખત કરતા આ વખતે એના ચહેરાનો સ્પશૅ ક‌ઈક અલગ હતો.પણ જ્યારે સ્વરા પાછળ ફરી રાજને જુએ છે, ત્યારે બંને એકબીજાને જોઈ ગળે વળગે છે.સ્વરા અને રાજના મનમાં આજે અગણિત સવાલો ઉદભવી રહ્યા છે. જેનો અંતે જવાબ માત્ર પ્રેમ છે .

​જ્યારે રાજ બધી ધટના જાણે છે ત્યારે પણ સ્વરાને ગળે ભેટી પડે છે અને કહે છે .....

"​ સ્વરા તું કેમ નિરાશ છે જો તું એમ વિચારે છે કે તારા આ ચહેરાના કારણે‌ હું તને છોડી દ‌ઈશ તો ના , રૂપ જોઈને પ્રેમ નથી થતો. હું તને આ ચહેરામાં પણ અપનાવવા તૈયાર છું .મારા માટે તું ખુશ રહેવી જોઈએ બીજુ કશું નહીં ."

"​પણ"........

​"પણ શું સ્વરા ?"

​" શું તારો પરિવાર મને અપનાવશે ?,આઇ.પી.એસનો દીકરો છો .મારો પરિવાર મિડલ ક્લાસ છે, શું અમારી મિડલ ક્લાસ ફેમેલીને અપનાવી શકશે છે કોઈ જવાબ?"

​" હા ,કેમ નહીં .ભલે ફેમિલી અમીર હોય પણ મારી ખુશીમાં જ એમની ખુશી છે ,અને તને જો એમ લાગતું હોય તો તું ચાલ આપણે તેની સામે જ વાત કરી લ‌ઈએ."

​સ્વરાના ઘણુ સમજાવ્યા છતા રાજ સ્વરાને પોતાના પરિવારને મળાવવા માટે પાઠકભવન લ‌ઈ જાય છે .

​પણ અંતે, સ્વરાની શંકા વાસ્તવિકતા બની જાય છે .આઈ.પી.એસ ઓફિસરનો દીકરો આર્મી ઓફિસર અને એની પત્નીનો ચહેરો ...?

"​હા,એ વાત સાચી હતી કે રાજ અત્યારે સ્વરાને કારણે જ જીવે છે, પણ એનું બલિદાન રાજ નહીં આપે કે એસિડએટેકથી ચહેરો ગુમાવેલ સાથે પોતાની જિંદગી પસાર કરે "

​" જો ,દીકરી તું ઇરછતી હોય તો તારો ચહેરાની સારવાર માટે અમે મદદ કરી શકીએ પણ ...આ તો શકય નહીં બને "

​"પણ, મમ્મી-પ્પપા,  હુ સ્વરાને આ ચહેરા સાથે અપનાવવા તૈયાર છું "

​પણ રાજના આ શબ્દો કોઈ સાંભળવા તૈયાર ન હતું .

​"જો રૂપમાત્ર કે પરિવારની લાયકાતથી જ પ્રેમ થતો હોય તો કયારેય એ રાધા અને કિશનનો મિલાપ જ ન થયો હોત. મદદ માટે આભાર પણ , હું આ ચહેરાથી ખુશ છું."

​અંતે સ્વરા નમસ્તે કરી પોતાની છેલ્લી નજરથી રાજને જોઈને આંખોને તૃપ્ત કરે છે ,આટલા સમયનો લગાવ  અંતે એક સપનાની માફક તૂટી જશે એવી તો કલ્પના પણ નહોતી કરી .

ત્રણ વર્ષ બાદ .....

સ્વરા અને રાજને વિખુટા થયેલ ત્રણ વર્ષ પસાર થઈ ગયા હતાં ,આજીવન પરિવાર પર બોજ બની ગયેલ સ્વરા એ સુશાંત સાથે હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતી હતી .

​આજનો દિવસ હોસ્પિટલમાં ખુબ કામનો દિવસ હતો , આર્મીના જવાનો કે જે લોકોએ લડાઈ દરમિયાન પોતાના હાથ-પગ , આંખ ગુમાવ્યા હોય એ લોકોની સારવાર સત્યમ હોસ્પિટલમાં થ‌ઈ રહી હતી .

​​


​"​વોર્ડ નં.૨, સ્વરા ત્યાં બેડ નં. છ,સાત અને આઠના ઓફિસરને યોગ્ય ટાઈમ પર બ્લડ આપવાની જવાબદારી  તારી રહેશે "





​"ઓકે "

બેડનંબર સાત પર સુતેલ ઓફિસરને બ્લડ આપવા જતા,  તે ઓફિસર સ્વરાનો હાથ પકડી લે છે .

​જયારે સ્વરા એના ખરડાયેલા ચહેરા પર નજર કરે છે ત્યારે પોતાની નજર હટાવી શકતી નથી.

​કદાચ સ્વરાનુ દિલ સ્વરાને કહે છે .....

"​જોઈ લે મન ભરીને"






















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ