વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંગત

કાગળ અને પેનની સંગત કરતી થઈ છું,

આ રીતે  'હું'  હવે  'મને' મળતી થઈ છું


કોઈ બોલાવે એની રાહ હવે કેમ જોવી,

પોતાની સાથે જ હવે તો ભળતી થઈ છું


કેટલાંય વાવાઝોડા ઉમટી રહ્યા છે મનમાં,

પવનની એક લહેરથી હવે ડરતી થઈ છું

સંવેદનાઓની ક્યાં આજે કદર છે કોઈને,

લાગણીઓ તેથી જ હવે લખતી થઈ છું

                         

                           - નેહા ઠાકર

                         26-9-2020🌨

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ