વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભલાઈનું ફળ!

ચશ્માંની આંખે....... ૧૫૧!

            તમે બીજાના મોંઢામાં શું છોડો છો?


           એક વાર એક વૃદ્ધ માણસને હોસ્પિટલમાં દાખલ કરવામાં હતો.


         એક યુવાન તેની  દરરોજ મુલાકાત લેતો હતો, અને તેની સાથે એક કલાકથી વધુ સમય પસાર કરતો હતો.  તે યુવાન તેને  જમાડે છે, અને સ્નાન કરવામાં  મદદ કરે છે.


        પછી તે તેને હોસ્પિટલના બગીચામાં ફરવા લઈ જાય છે. તેને ફરીથી તેના રૂમમાં લાવે છે અને સૂવડાવી દે છે.


        વૃદ્ધ માણસને હવે બરાબર છે એવી   ખાતરી કર્યા પછી તે  ઘરે જાય છે.


         એક દિવસ નર્સ તેને દવા આપવા અને તેની સ્થિતિનું નિરીક્ષણ કરવા  તેના રૂમમાં પ્રવેશ કરે છે અને તેને કહે છે :

         " તમારા દયાળુ અને સંભાળ રાખનાર પુત્રનું  ભગવાન હંમેશા ભલું કરે. દરરોજ તે તમારી મુલાકાત લે છે અને ખૂબ કાળજી લે છે."


            વૃદ્ધે  તેની તરફ જોયું અને આંખો બંધ કરી અને તેને કહ્યું:

"હું ઈચ્છું છું કે તે મારાં બાળકોમાંનો  એક હોય! આ તો  અમે  રહીએ છીએ એ મારા  પડોશનો એક અનાથ કિશોર હતો. હું એક દિવસ તેને  મળ્યો , તે તેના પિતાના અવસાન પછી મસ્જિદના દરવાજે રડતો હતો. મેં તેને દિલાસો આપ્યો અને તેના માટે કેન્ડી ખરીદ કરી. મેં તેને ક્યારેય જોયો ન હતો કે  ન તો તેની સાથે  લાંબી વાત કરી હતી.


          જ્યારે તે મોટો થયો ત્યારે તેને ખબર પડી કે મારી પત્ની અને હું ક્યાં રહીએ  છીએ. તે અમારી પરિસ્થિતિ જોવા માટે દરરોજ અમારી મુલાકાત લેતો હતો. જ્યારે હું પાછળથી બીમાર પડ્યો ત્યારે તે મારી વૃદ્ધ પત્નીને તેના ઘરે લઈ ગયો. તે પછી  દરરોજ મારી સારવાર જોવા  હોસ્પિટલમાં આવે છે. એક દિવસ મેં તેને પૂછ્યું: "મારા પુત્ર, તારે શા માટે મારી આટલી ચિંતા કરવી જોઈએ અને  કાળજી લેવી જોઈએ ?"


           તે ખાલી હસ્યો અને પછી બોલ્યો: " પેલી કેન્ડીનો સ્વાદ હજી પણ મારા મોંમાં છે."


🙏💐🙏

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ