વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારા વાળના અંબોડામાં...




તારા વાળના અંબોડામાં ખોસી રાખેલું ગુલાબ મારી જાન છે,

મારા દર્દો ભુલાવે જો યાદ તારી આવે શરાબ મારી જાન છે....


મેંતો વાળી રાખ્યું છે એ બિસ્તર હજીપણ જ્યાં તારા આલિંગનનો શ્વાસ છે,

એમાં ઘૂંટી રાખેલી સુવાસ છે,

બસ આટલો અસબાબ મારી જાન છે...

તારા વાળના અંબોડામાં...


કાળી આ રાત કાળી-કાળી અમાસ માથે કાળું આકાશ જોડે ગ્લાસ છે,

શીંગ-દાળિયાની જરૂરિયાત ખાસ છે,

પેલો કાળો મહેતાબ મારી જાન છે...

તારા વાળના અંબોડામાં...


મદિરાની મહેફિલને સાકી શરાબી બધી પીડા ક્યાંક આસ-પાસ છે,

તારી યાદ આવવાનો આભાસ છે,

તારી આંખનો રૂઆબ મારી જાન છે...


તારા વાળના અંબોડામાં ખોસી રાખેલું ગુલાબ મારી જાન છે,

મારા દર્દો ભુલાવે જો યાદ તારી આવે શરાબ મારી જાન છે.


- ગુમનામ વઢિયારી

   કલ્પેશ રામાનુજ

   ગામ-રાફુ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ