વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંભાળને

                          સંભાળને

સંભાળને,

        સવારે ચા- નાસ્તા વખતે, મમ્મીએ તારું નામ દઈને પૂછ્યું,

        શું કરે છે એ?, મેં કીધું મજામાં છે,

        બઉ દિવસ પછી તારી યાદ આવી,

સાંભળને,

        પછી મંદિરે દર્શન કરવા ગઈને મૂર્તિ આગળ જોયું કે,

        એક છોકરી એનો સબંધ સાચવવાની દુઆ કરતી હતી,

        તરત જ તારી છબી નજર સમક્ષ અવી,

સાંભળને,

        ઘરે આવીને શાંતિથી બેસીને રેડિયો ચાલુ કર્યો,

        એક પછી એક તારા મનગમતા ગીતો આવતા ગયા,

        સાંભળીને તારા હોઠો ની મુસ્કાન સંભારી આવી,

સાંભળને,

        બપોરે શાંતિથી ઊંઘીને ઉઠી, ચા બનાવીને પીધી,

        પછી મોબાઈલ હાથમાં લઈને વિચાર્યું કે કોલ કરું તને,

        પણ તારો નંબર ડાયલ કરવાની હિંમત ના આવી,

સાંભળને,

        સાંજે કુદરતની શીતળતાને માણવા ગાર્ડનમાં જઈ બેઠી,

        ધ્યાન જરાક બેધ્યાન હતું, એક દાદાએ કહ્યું ધ્યાન રાખ બેટા,

        મારું ધ્યાન રાખવાની તારી આદત યાદ આવી ,

સાંભળને,

        રાતે જમીને રોજની જેમ ટીવીચાલુ કરી જોવા બેઠી,

        ચેનલો અમ તેમ ફેરવ્યા કરી પણ કઈ ના સુજ્યું,

        તારી મનગમતી સીરીયલ જોવાની ઈચ્છા થઈ આવી,

સાંભળને,

        ઊંઘવા માટે રૂમમાં ગઈને ટેબલ ઉપર નજર ગઈને,

        મારી ડાયરીની વચ્ચે મૂકેલા સુંવાળા કાગળો જોયા,

        ભીની પાંપણે, એ બધા સમેટી ચોર ખાના માં મૂકવા જતાં,

        વચ્ચેથી પત્તું સરી ગયું ને ખાલી તારી યાદ જ રહી ગઈ .............

                                                      

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ