વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દેશનો જવાન છું

દેશનો જવાન છું

હું દેશનો એક રક્ષક છું, હું દેશનો જવાન છું,
દુશ્મન તું સાંભળી લે, સીમા પર સભાન છું.

ઠંડી હોય કે ગરમ હવા, છો વાતાવરણમાં,
દેશની રક્ષા કરતો રહું, હું સેનાની જાન છું.

સરહદે આ દેશનો ઝંડો, લહેરાતો રહેશે સદા,
દેશના તિરંગાની આન, બાન અને શાન છું.
 
એવી શક્તિ અને સાહસ બતાવવા સજ્જ છું,
દેશનો હર દુશ્મન બોલી ઊઠે છે કે હેરાન છું.

દેશવાસીઓ મીઠી નિંદર લેજો, નિર્ભિક રહેજો,
દેશના દુશ્મનો માટે હું, ખતરાનું એલાન છું.

-રાકેશ ઠક્કર    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ