વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિકરી દિવસ

દીકરી દિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐💐


આજના દિવસે શું લખવું એ કંઈ સમજાતુ જ નથી, કારણ કે દીકરીઓ માટે એટલું બધું લખાઈ ચુક્યું છે અને લખી શકાય છે પરંતુ દીકરી પ્રત્યેની લાગણી સામે કંઈ પણ લખવું વામણું જ લાગશે.😊

એક મા તરીકે કહું તો, મારી દિકરીઓ પળે પળ મને મારા બાળપણમાં દોરી જાય છે.  મારો દુપટ્ટો કે સાડી પહેરીને તેમને ઘર-ઘર રમતા જોઉં ત્યારે જાણે મારું બાળપણ ફરીથી સજીવન થઈ ઉઠે છે. તો જ્યારે હું બિમાર હોવ તો બંને દીકરીઓ મારી મા બની જાય છે 🤗  તેમની દરેક બાબતમાં મને એક મિત્રની જેમ સામેલ કરવાની સાથે જ મારી સલાહ જ તેમનો અંતિમ નિર્ણય બની રહે છે. જો કે,  ક્યારેક હું પણ તેમની સલાહ માની લઉં છું 😀

એક દિકરી તરીકે મારી વાત કરું તો, વર્તમાન પરિસ્થિતિને કારણે, એક જ શહેરમાં રહેતા હોવા છતાં પણ છેલ્લાં છ માસથી હું મારી મમ્મીને મળી શકી નથી, જેનું મને દુઃખ છે 😔miss u Mummy 🤗

હવે અહીં જ લખવાનું અટકાવું છું કારણ કે આ વિષયમાં લખવાનું શરૂ કરીશ તો આખો દિવસ પણ ઓછો પડશે. આપ સૌ મિત્રોને પણ આજના દિવસે વિનંતી છે કે તેઓ પણ દીકરી પ્રત્યેની પોતાની લાગણી શબ્દોમાં વ્યકત કરે તો ગમશે.

            - નેહા ઠાકર

             27-9-2020

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ