વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અપના ટાઈમ આયેગા!

તું માંદો પડીશ ને જૈયે માસ્તર,


મને મોઢે હશે બધા શાસ્તર;



તારા ખીસા માં નહિ હોય પાઈ,


ને હું ચેકો પર કરતી હોઈશ સહી!



સંતુ રંગીલી ના આ શબ્દો ગુજરાતી નાટ્યકલા ને એક અલગ ઊંચાઈ એ લઈ ગયા છે ને એના માટે સરિતા જોશી (બા) નો આભાર માનીએ એટલો ઓછો છે!



એક સાત આઠ વર્ષ ની છોકરી ને સાહેબ વઢે છે કદાચ મારે પણ છે ત્યારે એના જે શબ્દો માં સંતુ જવાબ આપે છે એ એકલી સંતુ નો નહિ પણ એ દરેક વ્યક્તિ નો જવાબ છે કે કહે છે  કે અપના ટાઈમ આયેગા!



વાત છે હિંમત ને જુસ્સા ની અને એના થી વધુ વાત છે આશા ની, ઉમ્મીદ ની, વિશ્વાસ ની!! ભલે આજે કઈ નથી, ભલે આજે લાખ દુઃખો છે પણ એક દિવસ આવશે જ્યારે આ સંતુ નો પણ ડંકો વાગશે!



ઘણી વખત આપણી આજુ બાજુ આપણે આર્થિક, સામાજિક કે અન્ય રીતે આગળ જોઈએ અને એવું લાગે કે આપણે ઘણી બાબત મા એમના થી આગળ વધી શકીએ પણ અત્યારે એ શક્ય નથી ત્યારે માત્ર એક જ કામ કરવું. એક સરસ સ્માઇલ આપી નીચી મુંડી એ કામ ને વધુ પરફેકટ કરવા લાગી જવું! .



સફળતા ની કોઈ જ પરિભાષા નથી. કોઈ ને ૯૦% ઓછા લાગે ને કોઈ ૫૦% માં મીઠાઈ વહેંચે!! કોઈ લાખો કમાતા હોય તો પણ મુંજાય ને કોઈ દસ હજાર ના પગાર માં પણ મુકેશ અંબાણી ની જેમ રહેતા હોય! 



એક દિવસ એવો આવશે કે જ્યારે કોઈ કહેશે કે " તુમ બહોત મસ્ત કામ કરતા હૈ, અપુન કો તેરે કો જાદુ કી જપ્પી દેના હૈ" અને ન કે તો અરીસા સામે ઉભી ને આવું કહી દેવું પણ ખુશ રહેવું!



કોઈ વ્યક્તિ નિવૃતિ લેતી હોય ત્યારે એની આંખો વાંચજો, પોતાના બાળક ના ધામધૂમ થી લગ્ન કરતા મા બાપ ના ચહેરા જોજો, પોતાના પાસે ભણી ગયેલો વિદ્યાર્થી કંઇક બને ત્યારે એના શિક્ષક ની ખુશીનો અનુભવ કરજો, તમે કરેલું કંઇક પણ નાનકડું કામ કોઈ ને હસાવી જાય એ ક્ષણ ને યાદ કરો એટલે " અપના ટાઈમ આ ગયા"



 જો આવા અનુભવ ઓછા હોય તો આજ થી નક્કી કરો " અપુન ભી અપના ટાઈમ લાયેગા!!"


- સ્મિત અજાણી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ