વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટ્રાફિક

આજે દિલ્હીમાં બધી જગ્યાએ પોલીસનો ખૂબ જ કડક બંદોબસ્ત હતો. બધા જ વિશ્રાન્તિ ભવન વિદેશી મહેમાનોથી ખીચાખીચ ભરેલા. આખા રસ્તે જ્યાં જોઈએ ત્યાં મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા જેમાં લખ્યું હતું કે "ગ્લોબલ મીટ ટુ રિડ્યુસ ગ્લોબલ વોર્મિંગ".


મીડિયાવાળાની ગાડીઓનો તો કીડીની જેમ બધી જગ્યાએ રાફડો ફાટ્યો હતો. ચર્ચા ગ્લોબલ વોર્મિંગ પર હોય તો ભીડ તો થવાની જ.


હજારોની સંખ્યામાં મહેમાનોની ગાડીઓની વણઝાર નીકળી રહી હતી. બધા વાહનોને પોલીસ વાહનો દ્વારા સુરક્ષા હેતુ ઉભા રાખવામાં આવ્યા.


ઉભો રાખવાથી અકડાયેલા રીક્ષાવાળા એ ચાલુ રાખેલી રીક્ષામાંથી ઉતરીને બૂમ પાડી, "અલા ટોપાઓ આટલી જ ચિંતા છે દુનિયાની તો ટ્રાફિક જામ શું કામ કરાવો..." પોલીસવાળા હવાલદારે એને લાઠી મારીને એનો અવાજ દબાવી દીધો.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ