વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માતા-પિતાને

માતા-પિતાને

આકાશે સોહતો ચંદ્ર મ્હેકે શીતલ ચાંદની,
એમ મારા હૃદે માતા સોહે છે સ્મૃતિ આપની.

વેણ મીઠાં તમારા એ પ્રેરણા જીવને ભરે,
તમારી હૂંફમાં માણ્યું મેં વૈંકુંઠ-વહાલ રે.

ઉછેરી આશિષો આપી ને દીધાં વરદાન જે,
માતા જૂઓ ફળ્યાં કેવાં આજે માહરે પ્રાણ એ.

વિચાર્યું આમ ત્યાં હૈયે સ્નેહ શો છલકાવતો,
પિતાજી! આપનો ચ્હેરો ચિતમાં લસી આવતો.

વૃક્ષો તાપે તપી ઢાળે શીળી છાંય ઘટાતણી,
વર્ષા ઝીલી વળી રક્ષે, આપે ટાઢક એ ઘણી.

એ રીતે હે પિતાજી છે સાચવ્યો મુજને તમે,
નંદનવન હતા તે શો આ દેહ લળી નમે.

તીર્થે-ઘાટે જવું શાને મારું અંતર ઠારવા?
માતાપિતા હતાં મારે જન્મારો અજવાળવા!


To Mum and Dad

As the moon spreads its cool fragrant light,
So mother in my heart shine your memories;
Your gentle words are an inspiration in life,
In your warmth I have enjoyed love divine;
Your blessing and good wishes as I grew up,
Oh! How they have borne fruit, dear mother!

Just when my heart overflows with such love,
Oh Father! your face appears in my heart;
As trees absorb intense heat yet provide shade,
Taking in the rain, providing cool protection,
Just so have you protected me, dear father,
Oh heavenly garden, I prostrate before you!

Why visit shrines to calm myself down!
Mum and Dad are there to light up my life!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ