વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવિ અને જગત

કવિ અને જગત

તે પછી દિવસ ચિરાઈ ગયો
ને અંધકાર બહાર આવ્યો.
તે પછી શબ્દો કપાઈ ગયા ને ટહુકા બીડાઈ ગયા.
તે પછી વૃક્ષોનો રંગ બદલાઈ ગયો.
તે પછી પવન સળવળ્યો.
તે પછી બધું સળવળ્યું - ખળભળ્યું.
તે પછી નગર નગારુ, નગારુ વાગવાં લાગ્યું.
તે પછી કરકસ સંગીત ચાલું થયું.
તે પછી બધા બહેરા બની ગયા ને સાંભળી રહ્યા.
તે પછી બધા બોલવા લાગ્યા પણ મૂંગા મૂંગા.
તે પછી બધા અંધ બની ગયા અને દોડ્યા.
તે પછી બધા ચૂપચાપ ખાવા લાગ્યા ને તોય
ભૂખ્યાંભખ્ખ.
આ બધામાંથી કવિ જાગ્યો
તે પછી એકલો એકલો તેમને માટે કવિતા કરવા લાગ્યો
તે પછી
તે પછી અંધકાર ચિરાયો ને દિવસ બહાર આવ્યો.


(ડિસેમ્બર ૧૯૭૮)


The Poet and the World


The day was then ripped apart
And darkness burst forth.
Then words were cut off,
And the chirping sounds shut.
The trees then changed colour,
The wind whistled,
And everything went into a tailspin.
After that as the city drums started to beat
Began the cacophony of sounds.
Then all turned deaf, but kept on listening;
They all turned mute, but kept on speaking;
Though blind, they rushed around;
Began eating hungrily, yet remained starved.
From all this arose the poet
Then
Alone, but all alone,
He began writing poems for them.
And then
Darkness was ripped apart
And the day burst forth.
*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ