વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેનેજમેન્ટ

ચશ્માંની આંખે..... ૧૫૨!

આનો આનંદ માણો ....!


એક રાજા પાસે ૧૦ જંગલી ખૂંખાર કૂતરા હતા.

🐕🐕🐕🐕🐕

🐕🐕🐕🐕🐕

રાજા તેનો ઉપયોગ, જે કોઈ પણ મંત્રી તેને ગેરમાર્ગે દોરે તેને ત્રાસ આપવા અને મારવા માટે કરતો હતો.


એક મંત્રીએ એકવાર એવો   અભિપ્રાય આપ્યો હતો જે રાજાને સાવ ખોટો લાગતો હતો  અને  બિલકુલ પસંદ ન હતો…

તેથી તેણે આદેશ આપ્યો કે આ  પ્રધાનને કૂતરાઓ વચ્ચે ફેંકી દેવો.


મંત્રીએ કહ્યું,

" મહારાજ,  મેં ૧૦ વર્ષ સુધી વફાદારીપૂર્વક  તમારી સેવા કરી અને તમે આવું  કરો છો ..?


રાજા તેના નિર્ણય ઉપર અડગ અને અફર  હતો.


મંત્રીએ વિનંતી કરી કે " મહારાજ,  તમે મને કૂતરાઓ ફેંકી દો   તે પહેલાં. કૃપા કરીને   મને ૧૦ દિવસની  મુદત  આપો"


રાજા સંમત થયા.


તે  મંત્રી કૂતરાઓના રખેવાળને મળ્યો અને તેને કહ્યું કે તે આવતા ૧૦ દિવસ સુધી કૂતરાઓની સેવા કરવા ઇચ્છે છે…


રખેવાળ ચોંકી ગયો હતો…

પરંતુ તે સંમત થયો.


તેથી મંત્રીએ કૂતરાઓને ખવડાવવા, તેમની સંભાળ રાખવા, તેમને નવડાવવા, તેમના માટે તમામ પ્રકારની સુવિધા આપવાનું શરૂ કર્યું.


તેથી જ્યારે ૧૦ દિવસ પૂરા થયા ત્યારે …

રાજાએ આદેશ આપ્યો કે સજા મુજબ મંત્રીને કૂતરાઓ વચ્ચે ફેંકી દો.


જ્યારે તેને કૂતરાઓ વચ્ચે   ફેંકી દેવામાં આવ્યો, ત્યારે

તેમણે  જે જોયું તેનાથી બધા જ  આશ્ચર્યચકિત થઈ ગયા ..

કૂતરાઓ દોષિત મંત્રી સામે તેની  પૂંછડીઓ  હલાવી રહ્યા હતા..તેઓ તેના પગ પર ચાટી   રહ્યા હતા.


રાજાએ જે જોયું તો  તે પણ આ  જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો .. "કૂતરાઓનું શું થયું? !!!" તે બરાડ્યો .


પ્રધાને  કહ્યું, "મહારાજ, મેં ફક્ત 10 દિવસ માટે કૂતરાઓની સેવા કરી અને તેઓ મારી સેવા ભૂલ્યા નહીં…"


મેં  ૧૦  વર્ષ તમારી સેવા કરી તેમ છતાં તમે મારી પહેલી ભૂલથી બધું  ભૂલી ગયા! ”…


રાજાને તેની ભૂલનો અહેસાસ થયો ....

અને

તેણે તાત્કાલિક  કૂતરાઓને રવાના કરીને તેને  બદલે મગર મૂકી દીધા....


🐊🐊🐊🐊 !!

બોધ: એકવાર મેનેજમેંટે  તમને  દાઢમાં  રાખ્યા, પછી તે આખરી   છે.


😂😂😆😆😝😝

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ