વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અને બાળપણ ખીલી ઉઠ્યું...

"શાળાએથી યસ ને લઈ જજો, વરસાદના કારણે  વહેલા રજા આપવામાં આવી છે." પોતાના પુત્રની શાળાએથી ફોન આવતા કાનજી પોતાના ભૂતકાળમાં સરી પડ્યો.


શાળા નંબર એકમાં આજે ખુશીનો માહોલ હતો. આ શાળામાં ચોમાસાના પહેલા વરસાદમાં બધા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને નાહવા માટે, વરસાદનો આનંદ લેવા માટે શાળાના શિક્ષકો તથા આચાર્ય ની પરવાનગી લઈ છૂટ આપવામાં આવી હતી. બાળપણના એ દિવસો અને વરસાદની મજા બાળપણમાં જ જીવી લેવાય એવી ઇચ્છા પૂર્ણ થાય એ હેતુથી શાળાના મેદાનમાં આશરે ૨૦૦ વિદ્યાર્થી જુમી રહ્યા હતા. પ્રાર્થના માટે લાવેલા સ્પીકરમાં મધુર ગીતો વાગી રહ્યા.


બાળકોની એ મજા ને કેમેરામાં કેદ કરી રહેલા આચાર્ય પણ થોડા સમય પછી પોતાને રોકી શક્યા નહી અને બાળકોની સાથે નાચી ગયા. વરસાદની મજા માનવમાં થોડા બાળકો બાકી રહ્યા હતા, જે કહેતા હતા, ઘરેથી ના પાડશે તો!  એમને ક્યાં ખબર હતી, કે આ બાળપણના દિવસો બીજીવાર નહીં મળે. વરસાદ વરસતો રહ્યો અને કલાક બે-કલાક સુધી બાળકો વરસાદમાં ગીતો સાથે જુમતા રહ્યા.  શાળાના શિક્ષકો, આચાર્ય પોતાની ઉંમર ભુલાવી બાળકોની મસ્તીમાં ભાગીદાર બન્યા.


વરસાદ ધીમો પડતા આચાર્ય પોતાની ઓફિસમાં જઈ એક નકામો ચોપડો લઇ આવ્યા. બાળકોને કાગળની હોળી બનાવતા શીખવાડી.  બાળકોને પણ મજા આવી. કાગળની હોળી વહેતા પાણીમાં છોડવાની અને કોની પહેલા આગળ જાય એ શરત લગાવવાની મજા અનેરી બની રહી. આ એ જ સોનેરી દિવસો હતા જે કદાચ મોટા થયા પછી નહોતા મળવાના. 


હું પોતે જ્યારે એકલો વરસાદમાં નાહવા નીકળ્યો. ત્યારે સદાય મારા મિત્રો મારા શિક્ષકો અને આચાર્ય ને યાદ કરતો રહ્યો. એ હોડી ને, જે મારા પ્રિન્સિપલ આચાર્યએ પહેલીવાર બનાવતા શીખવાડી. એ મારી જિંદગીની એક યાદગાર પળ બની રહી.


 એ યાદગાર પળને ધોરણ સાતમા હતો, ત્યારે સ્પર્ધામાં બધાની સામે રજૂ કર્યો. એ દિવસે નંબર તો ના આવ્યો પણ પ્રિન્સીપાલ દ્વારા મને ખાસ ઇનામ આપવામાં આવ્યું


શાળાએ પહોંચેલો કાનજી પોતાના પુત્રના બેગને ગાડીમાં મૂકી અને શાળાના મેદાનમાં જ વરસાદમાં પલળવા ઉભો રહ્યો. કાનજીને વરસાદમાં પલળતા જોઈ યસ પણ રાજી થઈ નાહવા લાગ્યો.  ધીમે ધીમે શાળાના અન્ય બાળકો પણ જોડાવા લાગ્યા. જોતજોતામાં સ્કૂલના અડધા ભાગના બાળકો ત્યાં આવી પહોંચ્યા. જે વાલીઓ બાળકોને લેવા આવ્યા હતા તે પણ પોતાના બાળકને વરસાદમાં રમતા જોઈ રાજી થયા. અને એ બધાને જોઈ કાનજીનું બાળપણ ફરી ખીલી ઉઠ્યું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ