વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંબંધોની સરાસરી

             રુહાની આજે ખુશ હતી. જેનું કારણ હતું કે તેનું એક સ્વપન પૂર્ણ થવા જઈ રહ્યું હતું. જે નો તેને સ્વપ્નેય વિચાર ન હતો. તે જેને આ દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતી હતી તેવા તેના માતાપિતા પછી આવતો વ્યક્તિ વિરાન સાથેના તેના લગ્ન પોતાના અને વિરાનના પરિવારની રાજીખુશીથી નક્કી થયા હતા.

          આજે રુહાની ભારતીય વસ્ત્રોમાં વિરાનના મમ્મી અને તેની બહેનની વચ્ચે સોફા પર બેઠી હતી. બધા રુહાનિના રૂપ અને ગુણના વખાણ કરતા હતા. જ્યારે સામે વિરાનના કામ અને હુન્નરના ભારોભાર વખાણ થતા હતા.

       વિરાન અને રુહાની એક જોબ ઇન્ટરવ્યૂ વખતે મળ્યા હતા. ત્યાંથી તેમની દોસ્તીની શરૂઆત થઈ હતી. નસીબ જોગે તે કંપનીમાં બંને ને સાથે જોબ મળી હતી. દરરોજ સાથે કામ કરવાથી તેમની દોસ્તી ધીમે ધીમે ગાઢ થઈ હતી. પુરા દિવસ સાથે કામ કરવાથી તે બંને એકબીજાના ગુણોથી પ્રભાવિત થયા હતા.

           રુહાનીના બર્થડેના દિવસે સમય અને પરિસ્થિતિ જોઈને વિરાને રુહાની સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મુક્યો હતો. જેનો રુહાની એ થોડો પણ સમય બગાડ્યા વિના સ્વીકાર કર્યો હતો.

         બે વર્ષ જોબ ના અને દોઢ વર્ષ પોતાના પ્રેમના થયા એટલે જીવનમાં સેટ થવા પોતાના પ્રેમની વાત તે બંને એ ઘરે કરી હતી. રુહાની ના ઘરના સભ્યો મોડર્ન યુગના હતા આથી તેઓ આ સંબંધ વિશે ખુશ હતા. જ્યારે વિરાને ઘરે તેના મમ્મી ને થોડા સમજાવા પડ્યા હતા. પણ છેવટે તેઓએ પણ આ સંબંધ અંગે લીલી ઝંડી આપીને સહમતી આપી હતી.

           એક વર્ષમાં તે બંનેના લગ્ન લેવાનું આયોજન કર્યું. બંને પરિવારે સામસામે મોં મીઠા કર્યા. રુહાની અને વિરાન પોતાની નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યા હતા. પરિવાર વાળાએ બંને ને આશીર્વાદ આપ્યા.

          બંને સાથે જોબે જતા. સાથે ઘરે આવતા. વિરાન પહેલા રુહાની ના ઘરે રુહાની ને છોડી પછી પોતાના ઘરે જતો. એક શહેર માં અલગ અલગ વિસ્તારમાં રહેતા હોવાથી તે બંને રોજ મળી શકતા હતા. ઓફિસના સ્ટાફના બધાને પોતાના લગ્નની વાત જણાવી. બધા ખૂબ ખુશ થયા. બધાએ અભિનંદન આપ્યા. સાથે સાથે પાર્ટી પણ માંગી. વિરાને કોઈ પણ વિરોધ વિના બધાને પાર્ટી આપી. પોતાના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું. બધાએ જરૂર આવશું તેવા મનને ગમતા શબ્દોથી જવાબ આપ્યો.

           બે મહિના બાદ ધામધૂમથી વિરાન અને રુહાની ના લગ્ન આયોજવામાં આવ્યા. વિરાનના પિતા આમતો મિડલ ક્લાસના વ્યક્તિ હતા પણ પોતાના એકને એક દીકરાના લગ્નમાં કશું પણ ઘટે નહીં તેવું આયોજન કર્યુ. જ્યારે સામે પક્ષે પોતાની એકને એક દીકરી ના લગ્ન માટે મન મુકીને ખર્ચ કર્યો. પોતાને કોઈ દીકરો નથી એ રુહાની ના પિતા જાણતા હોવા છતાં પોતાની આજ સુધીની બધીજ બચત દીકરીના લગ્નમાં ખર્ચી નાખી. સાસરા પક્ષેથી કોઈ કરિયાવર બાબતે રુહાનીને ટોકે નહીં તે અર્થે ખૂબ સારો એવો કરિયાવર કર્યો. સાથે સાથે દીકરીને સંસ્કાર રૂપી મહામૂલ્ય કરિયાવર નાનપણથી આપ્યો હતો તે વાતની એક પિતાના દિલમાં ખુશી હતી.

           વિરાન અને રુહાની જ્યારે પ્રેમના તાંતણે બંધાયા હતા ત્યારે જે વચન એકબીજાને આપ્યા હતા. તે જ વચન આજે અગ્નિની સાક્ષીએ પવિત્ર સંબંધમાં પરિવર્તન પામ્યા હતા. વિરાન રુહાનીનો હાથ પકડીને ફેરા ફરી રહ્યો હતો ત્યારે તે મનોમન આ હાથ ક્યારેય નહીં છોડે તેવું વચન આપ્યું હતું. રુહાની પણ વિરાનની પાછળ ફેરા ફરતી વખતે મનોમન “તમારા દરેક પગલે ચાલીશ, તમારા સુખે સુખી અને દુખે દુઃખી થઈશ.” વચન આપ્યું હતું. બંને એ આંખોની ભાષાથી સહમતી આપી આજે એક નવા પવિત્ર બંધનમાં બંધાયા જે બંધન તેમણે પુરી જીન્દગી નિભાવનું હતું.

            શિરામાં સાકાર ન હોય તો મોળો લાગે તેમ વડીલોના આશીર્વાદ વિના તેમનો સંસાર મોળો ન રહી જાય તે અર્થે બધા વડીલોના આશીર્વાદ લીધા. રુહાનીના માતા પિતાએ દૂધમાં સાકાર ભળે તેમ રુહાની સાસરે હળી મળી જાય તેવા ઉત્તમ આશિર્વાદ આપ્યા.

          રુહાનીની વિદાયમાં તેમના માતા પિતા અને સબંધીઓની આંખો ભીની હતી. અશ્રુભીની આંખે રુહાનીને વિદાય આપી. વિહાનની ગાડી તેના ઘર તરફ આગળ વધી. રુહાની પોતાનું બાળપણ પરિવાર અને પોતાનું ગામ પાછળ છોડી આગળ નીકળી રહી હતી.

           ઘરમાં રુહાની નો સ્વાગત કરવામાં આવ્યું. જરૂરી વિધિ પૂર્ણ કરીને રુહાની ને વિરાનના રૂમમાં લહી ગયા જે હવે આજથી રુહાનીનો પણ રૂમ હતો. થોડા સમય પછી વિરાન પણ રૂમ માં આવ્યો. આજ સુધી બંને સાથે રહ્યા છતાં પણ પોતાના સંસ્કારને ભૂલ્યા ન હતા, પોતાની મર્યાદા બહાર નું કોઈ પણ કાર્ય કર્યું ન હતું. પણ આજે હવે તે સંસ્કાર રૂપી મર્યાદાની દોરી લુપ્ત થઈ હતી. તે બંનેની આજે મિલનની રાત હતી. આજે બે જીવ એક થવા જઈ રહ્યા હતા. અને ધીરે ધીરે થઈ રહ્યા હતા.

            બીજે દિવસે વિરાન અને રુહાની ફરવા નીકળી પડ્યા. પોતાના કુળદેવીમાના મંદિરે જઈને આશીર્વાદ લહીને પોતાની નવી જિંદગી માં પરોવાઈ ગયા. આજુબાજુ મા આવતા ધર્મ સ્થળે, જોવા લાયક સ્થળે ખૂબ રખડયા. એકબીજાના સંગાથ થી ક્યારે દસ દિવસ જતા રહ્યા તેની તેમણે ખબર જ ન રહી.

           વિરાન અને રુહાનીના લગ્ન થયાના છ મહિના થઈ ચૂક્યા હતા. વિરાન અને રુહાની સાથે ઓફિસે આવતા જતા હતા. વિરાનના માતા પિતાને પણ રુહાની ના જોબ થી કશો પ્રોબલ્મ ન હતો. વિરાનની મમ્મી રુહાની ને પોતાની દીકરીની જેમ રાખતા હતા. જ્યારે વિરાનની બહેન સ્નેહાને તો રુહાની રૂપી એક સખી મળી શુકી હતી. સ્નેહા જ્યારે પોતાના મસ્તીભર્યા સ્વભાવના કારણે ઘરની કોઈ પણ વસ્તુ તોડતી ત્યારે તે રુહાની નું નામ આપતી. રુહાની પણ પ્રસન્ન મુખે સ્વીકાર કરતી. પણ ઠપકો તો હંમેશા સ્નેહાને જ મળતો. કરણ કે તેના સ્વભાવ વિશે પુરા ફેમેલી વાકેફ હતી.

            સમય જતાં વાર નથી લાગતી. જોત જોતામાં દિવસોના દિવસો જતા રહે છે. તેવું આ ફેમિલી સાથે પણ થયું. જોત જોતામાં એક વર્ષ વીતી ગયું. ઘરમાં એક નવા મહેમાન આવવાના સમાચાર ને કારણે હસતા ખીલતા આ ફેમેલીમાં ખુશીઓનું તોફાન આવ્યું હતું. આ તોફાનમાં બધા પોતાનું બધું લૂંટાવા તૈયાર હતા.

           એક વર્ષ બાદ આ ફેમેલીમાં એક મહેમાન પા પા પગલી કરતું હતું. તેને જોઈને મોટા પણ પા પા પગલી કરતા હતા. જે એકદમ નાની રુહાની હતી. વડીલોએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેનું નામ ગંગા રાખ્યું. ખુશીઓ જાણે આ ફેમેલીનો એક મેમ્બર હોય તેવું લાગતું હતું.

          જોતજોતામાં દિવસો પસાર થવા લાગ્યા. વિરાનને નોકરીમાં પ્રમોશન મળ્યું હતું. તેને કંપનીનો મેનેજર બનાવામાં આવ્યો હતો. ગંગાના જન્મ પછી રુહાની એ જોબ છોડી દીધી હતી. સ્નેહના હજી બે માસ પહેલા લગ્ન થયા હતા. વિરાનના મમ્મી પપ્પા એક નિવૃત જિંદગી જીવી રહ્યા હતા.

           “આ આપણું સાથે જોયેલું સ્વપ્ન ખરેખાર પૂર્ણ થયું.” દરિયાની રેતી પર બેસીને, ગંગા પાણીમાં છબછબિયાં કરતી કરતી રમી રહી તેને જોતા રુહાની બોલી. ગંગા આજે પાંચ વર્ષ ની થઈ ગઈ હતી.

            “મને મારા પ્રેમ પર વિશ્વાસ હતો.” વિરાને રુહાનીના આંખોમાં જોતા કહ્યું.

          “મને પણ”

          રુહાની, વિરાન અને ગંગા ત્યાંથી ડૂબતા સુર્ય ને જોઈને ચાલવા લાગ્યા. પોતાના સુખી જીવનમાં ફરી વાર વ્યસ્ત થઈ ગયા.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ