વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્યામ તમે મોરલી મુકીને હવે આવજો...

.... " ગીત "....


શ્યામ તમે મોરલી મુકીને હવે આવજો....


ગાયોને વાછરડા થઈ ગ્યા છે નામશેષ

સૂર હવે કોને સંભળાવશો,

શ્યામ તમે મોરલી મુકીને હવે આવજો...


મધરાતે મદિરામાં લીન થઈ ઘૂમતી,

કસ ઉપર કસ મારી સિગરેટો ચૂમતી,

આવી ગોપીઓને રમવા બોલાવશો?

શ્યામ તમે મોરલી મુકીને હવે આવજો...


રાધાનું નામ લખી એસિડ ફેંકાય છે,

ઘેર-ઘેર કંસ અને દુર્યોધન થાય છે,

તમે કોને કોને ક્યાં જઈ મારશો,

શ્યામ તમે મોરલી મુકીને હવે આવજો...


ઠીક હવે યુગે-યુગે આવવાનું કીધું તું,

સાધુઓના રક્ષણનું વચન પણ દીધું તું,

પેલા આશારામને સાચ્ચે બચાવશો!

શ્યામ તમે મોરલી મુકીને હવે આવજો...


-ગુમનામ વઢિયારી

કલ્પેશ રામાનુજ

ગામ-રાફુ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ