વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તૂટેલો પ્યાલો

એક નિત્યક્રમ હતો અમારો, આખો દિવસ નોકરી કરીને થાકેલા એકબીજાના હાથમા હાથ લઈને તે ચાની ટપરી પર જઈને, આખા દિવસની ભેળી થયેલ વાતો ચાની ચુસ્કી સાથે ના કરીએ એકબીજાને ત્યાં સુધી રહેવાય જ નહીં.


ચાની ટપરીવાળા કાકા કોઈ વાર અમારા સંબંધને નામ આપી આશીર્વાદ આપતા પણ ક્યારે અમે નામ નહોતું આપ્યું. સમય ગયો, રસ્તાઓ બદલાયા, નામ આપી શકાય તેવાં સબંધો મળી ગયા.


આજે તે ટપરી પર ગયો અને કાકા ઓળખી ગયા મને અને બે કપ લાવી મારા ટેબલ પર મૂકીને બોલ્યા.


તારા કપની જોડી નથી તોડવી,

સંવાદ બન્નેનાં આભાસી તું જ ગજવી લેજે,

એકબીજાનો કિરદાર આજ તું જ ભજવી લેજે,

જો વહે આંસુ તો ના રાખતો શરમ સ્હેજે,

લાગણી કોઈની સાચવી ખરો મર્દ બની રહેજે.


બન્ને કપમાંથી વારાફરતી ચુસ્કી લઈને બન્નેનાં મુખકંઠસ્થ સંવાદોને આંસુઓએ વાચા આપી. કપ ખાલી થયા, આંખો પણ કોરી થઈ. ઉભો થઈ ભૂલથી કે જાણીજોઈને એક કપ હાથ લાગતા તૂટી ગયો, કાકાને મીઠુ સ્મિત આપવાની કોશિશ કરીને, પૈસા ચૂકવ્યા. ફરી અનંત પથ પર ચાલતો થયો.


-વરૂણ આહીર (શોખીન)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ