વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ના દેવાય

જીદ કરે જો બાળક તો એને પરણાવી ના દેવાય

ગઢપણ આવે જો ઇશ ને તો તરછોડી ના દેવાય

 

તળાવ માં તરતા શિખવાડો જો કોઇ ને તો

મધદરિયે લઈ જઈ એને ડુબાડી ના દેવાય

 

ખોટા અફસાના સુણાવો પણ યાદ રાખજો

બંધ નયનના દ્રશ્ય ને રજની ના કહેવાય

 

અકીદા પર તો મહોબ્બત ના મહેલ બંધાય છે

જુઠ્ઠી શંકા પર એ મહેલને તોડી ના દેવાય

 

પ્રિત થવી તો કુદરત નો અતુટ નિયમ છે

કુદરતના નિયમને લોકો સામે તોડી ના દેવાય

 

ક્રોધ કરવો તો માનવ નો જન્મસિધ્ધ અધિકાર છે

 સામે ક્રોધવશ થઈ પ્રિતમ ને મારી ના દેવાય

 

કવિમંચ પર ભલે ‘વહેમ’ નામ થિ બદનામ છુ

ઇશ્ક નુ ઝહેર આપી દિલ તોડીના દેવાય

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ